fbpx
ગુજરાત

ટેક્સટાઇલ માર્કેટ સવારે ૧૦થી સાંજે ૭ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે

સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ગત રોજ ૩૦૦ નજીક કેસ આવતાની સાથે જ તંત્ર એલર્ટ થઈ ગયું છે. પાલિકાએ સિટી અને બીઆરટીએસના ૨૦ રૂટની ૩૦૦ બસ, ગાર્ડન, સ્વિમીંગ પુલ, લાઈબ્રેરી, ઝૂ, એક્વેરિયમ, ગોપીતળાવ, સાયન્સ સેન્ટર સહિત કોમ્યુનિટી હોલ ઉપરાંત એક સપ્તાહ સુધી ટ્યૂશન ક્લાસ બંધ કરવાનો ર્નિણય લીધો છે. આ સાથે ટેક્સટાઇલ માર્કેટ સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી માર્કેટ ખુલી રહેશે. પાલિકાના આ ર્નિણયના અમલ માટે ગત રોજ રાતથી જ ટીમો ઉતારી દેવામાં આવી છે.

કોરોનાના કેસમાં વધારો થતા પાલિકા દ્વારા સ્કૂલ-કોલેજ બંધ કરવા સૂચન કરવામાં આવ્યું છે. રાંદેર, અઠવા, અડાજણ, પાલ અને ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં બસો બંધ કરાઈ છે. જેથી રોજના ૭૫ હજાર મુસાફરો અટવાશે. કફ્ર્યૂનો સમય રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીનો કરાતાં એસટી બસોના શિડ્યુલમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. મુસાફરોને કામરેજ અને કડોદરા ખાતે ઉતારી દેવાશે. જ્યારે સવારે ૬ વાગ્યા પહેલા ઉપડતી બસો રિંગરોડ ખાતેથી પરત જશે.

Follow Me:

Related Posts