રાષ્ટ્રીય

ટેક્સી રાઇડિંગ સેઇલર ડીદી સામે સરકારે તપાસ કરવાના આદેશ આપ્યા

ડીદીની એક લાઇનની જાહેરાતમાંઆ માટે કોઈ સમજૂતી આપવામાં આવી નથી, પરંતુ આના પગલે ડીદી અને અન્ય ટેક જાયન્ટ કંપનીઓ જેમકે અલી બાબા જૂથ વગેરેના શેરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અલી બાબા જેવા જૂથને પણ ડેટા સિક્યોરિટી અને ઇજારાશાહી વિરુદ્ધના અભિયાનના લીધે ફટકો પડયો હતો. જુલાઈમાં રેગ્યુલેટરે જણાવ્યું હતું કે તેઓ વિદેશી બજારમાં ટ્રેડિંગ કરતી ચાઇનીઝ કંપનીઓ સામે ચકાસણી વધારે આકરી કરવાનાછે. ઉદ્યોગ સાહસિકો જેમના માટે સરકાર સંચાલિત નાણાકીય પદ્ધતિ બંધ છે અને તેમણે વિદેશમાંથી અબજાે ડોલર એકત્રિત કર્યા છે. પરંતુ બૈજિંગે તેમના પર અંકુશ વધુ ઘેરો બનાવવાની સાથે તેઓને ચીનની અંદર વધુને વધુ નાણા ઊભા કરવાનું વચન આપ્યું છે. કંપની તેના પગલે ટૂંક સમયમાં ન્યૂયોર્ક શેરબજારમાં તાત્કાલિક ધોરણે ડિલિસ્ટિંગ શરૂ કરશે અને હોંગકોંગ ખાતે નોંધણી કરાવવાની કાર્યવાહી શરૂ કરશે. હોંગકોંગ ચાઇનીઝ પ્રાંત છે, પરંતુ તેની રેગ્યુલેટરી સિસ્ટમ જુદી છે. તેમા વિદેશીઓને શેરબજારમાં પ્રવેશવાની મંજૂરી છે. ડીદી ચસિંગનું હેડક્વાર્ટર બેજિંગમાં છે અને તેણે ૩૦ જુને બજારમાં પ્રવેશ કરીને ૪.૪ અબજ ડોલર એકત્રિત કર્યા હતા. સરકારે જાહેરાત કરી કે ડીદી કેવી રીતે ગ્રાહકોના ડેટા એકત્રિત કરે છે અને તેનું સંચાલન કરે છે તેની તપાસ કરવામાં આવશે તેના પગલે તેના શેરનો ભાવ ૨૫ ટકા તૂટયો હતો. કંપનીએ તેના અમેરિકાના શેરોના બાયબેકના કોઈપણ આયોજનનો ઇન્કાર કર્યો હતો.ચાઇનીઝ રાઇડ હેઇલિંગ સર્વિસ કંપની ડીદી ચસિંગ ગ્લોબલ ઇન્કોર્પોરેશને શુક્રવારે જણાવ્યું હતું કે તે ન્યૂયોર્ક શેરબજારમાંથી નીકળી જશે અને હોંગકોંગમાં લિસ્ટિંગ કરાવશે. શાસક પક્ષ કમ્યુનિસ્ટ પાર્ટીએ ટેક ઇન્ડસ્ટ્રી પરનો ગાળિયો વધારે કસતા કંપનીએ આ ર્નિણય લીધો છે.

Related Posts