અમરેલી

ટેન્કરમાંથી ભેળસેળયુક્ત બાયોડિઝલનો જથ્થો મળ્યો, તંત્રએ જથ્થો સીઝ કરી ૫ સામે ફરિયાદ

બાબરા ચાવંડ રોડ પરથી પાંચેક માસ પહેલા તંત્રએ બાયોડિઝલ ભરેલુ ટેન્કર ઝડપી પાડયુ હતુ. બાદમા આ પેટ્રોલીયમ પદાર્થ ભેળસેળયુકત હોવાનુ ખુલતા તંત્ર દ્વારા પાંચ શખ્સો સામે ફોજદારી ફરિયાદ નોંધાવાઇ છે. બાબરા ચાવંડ માર્ગ પરથી બાયોડિઝલ ભરીને પસાર થતા ટેન્કર નંબર જીજે ૧૨ એટી ૫૪૩૩ને તંત્રએ અટકાવ્યુ હતુ. ટેન્કરમા ૨૧૩૬ લીટર બાયોડિઝલ ભરેલુ હોય તંત્ર દ્વારા જરૂરી નમુના લઇ લેબોરેટરીમા મોકલાયા હતા. જાે કે આ જથ્થો ભેળસેળયુક હોવાનુ ખુલ્યુ હતુ. તંત્ર દ્વારા ૧૦,૭૮,૫૨૮નો આ જથ્થો તેમજ ટેન્કર મળી કુલ રૂપિયા ૧૯,૭૮,૫૨૮નો મુદામાલ સીઝ કરાયો હતો. તંત્ર દ્વારા સોહનલાલ જાેધારામ બિશ્નોઇ, અશોક જગુભાઇ બસીયા, સીગ્મા પેટ્રોકેમ, એકોર્ટ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેડીંગ શોપના સંચાલક તેમજ ઓમ એન્ટરપ્રાઇઝના સંચાલક મળી પાંચ શખ્સો સામે નરેન્દ્રકુમાર શુકલ દ્વારા બાબરા પોલીસ મથકમા ફોજદારી ફરિયાદ નોંધાવાઇ છે. બનાવ અંગે એએસઆઇ એ.ટી.ચૌધરી આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

Related Posts