ટેબલેટ ન મળતા વિદ્યાર્થીઓએ વીર નર્મદ યુનિ.માં વહીવટી વિભાગને તાળાબંધી કરી
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ વિદ્યાર્થીઓ કે જે કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવે છે એ તમામ વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૯-૨૦માં જે વિદ્યાર્થીઓને રૂપિયા ભર્યા હોવા છતાં હજી સુધી ટેબલેટ પ્રાપ્ત થયા નથી. આ અંગે ૧૫ તારીખ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું પરંતુ હજી સુધી યુનિવર્સિટી દ્વારા કોઈ ચોક્કસ ર્નિણય લેવામાં આવ્યો ન હોવાથી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વહીવટી વિભાગને તાળાંબંધી કરવામાં આવી હતી. આ સાથે કુલપતિને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. દરમિયાન વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ વિદ્યાર્થીઓ કે જે કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવે છે એ તમામ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેના માટે રાજ્ય સરકારની નમો ટેબલેટ યોજનાનું વિમોચન કરવામાં આવ્યું હતું અને જે અંતર્ગત વિદ્યાર્થીઓને ટેબ્લેટ પ્રાપ્ત થવા જાેઈએ અને થયા પણ છે તેનાથી અમે વાકેફ છીએ. પરંતુ વર્ષ ૨૦૧૯-૨૦માં જે વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષમાં હતા અને જેમણે ટેબલેટ માટે હજાર રૂપિયાની
Recent Comments