fbpx
ગુજરાત

ટેબલે ટેબલે જઈને કર્મચારીઓને મળવાની પરંપરા પંકજકુમારે શરૂ કરી તે બાબત સરાહનીય છે

ગુજરાત રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે નિમણુંક પામેલા પંકજકુમાર ખુબ જ સરળ વ્યક્તિત્વ ધરાવે છે. પંકજકુમાર મુખ્યસચિવ બનતા જ ગુજરાત ૈંછજી એસોસિયેશનના બંધારણ મુજબ ગુજરાતના સિનિયર મોસ્ટ ૈંછજી વિપુલ મિત્રા એસો.ના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી લીધી છે. આગામી દિવસોમાં હવે તેઓ નવેસરથી ૧૫ સભ્યોની એક્ઝિક્યુટિવ બોડી બનાવશે. તેઓએ સૂચન કર્યુ છે કે, તાજેતરમાં જ નિવૃત્ત થયેલા ચીફ સેક્રેટરી અનિલ મુકિમ સહિતના અધિકારીઓનો વિદાય સમારંભ વહેલામાં વહેલી તકે યોજવા માટેની તૈયારીઓ કરવી. ઉપરાંત અધિકારીઓના ચોક્કસ પડતર પ્રશ્નોના સંદર્ભમાં મુખ્યમંત્રીનંુ ધ્યાન દોરવા તેમજ તેઓનંુ માર્ગદર્શન મેળવવા માટે મુખ્યમંત્રીનો સમય પણ લેવો. બીજી બાજુ ૈંછજી અધિકારીઓ એકબીજા સાથે ચર્ચાકરી રહ્યાં છે કે, અન્ય કર્મચારીઓ-અધિકારીઓની જેમ આપણે આપણા પ્રશ્નો અંગે રજૂઆત પણ કરી શકતા નથી.

જાે કે બાબુઓના કેવા પડતર પ્રશ્નો છે તેની કોઈને ખબર નથી, પરંતુ પગાર વધારાનો પ્રશ્ન તો નહી જ હોય એ નક્કી છે. આ એસોસિયેશન દ્રારા નવરાત્રી, ધુળેટી જેવા વિવિધ તહેવારો પર પરિવાર સાથે ઉજવણીનંુ આયોજન કરતંુ હોય છે. પરંતુ કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી એકપણ ઉજવણી કરી નથી. નવા મુખ્ય સચિવને આવકારવાનો તેમજ પદભાર છોડી રહેલા મુખ્ય સચિવને માનભેર વિદાય આપવા માટે ર્સ્વિણમ સંકુલ-૧ના તાપી હોલમાં સમારોહ યોજાયો હતો. જેમાં મોટા ભાગના સિનિયર અને જુનિયર ૈંછજી અધિકારીઓ હાજર હતા. દરમિયાનમાં સમારોહના સ્ટેજ પર પાંચ ખુરશી ગોઠવવામાં આવી હતી. કાર્યક્રમની શરૃઆત પહેલા જ મોટા ભાગના અધિકારીઓ આવી ગયા હતા. સિનિયર ૈંછજી અધિકારી રાજીવ ગુપ્તા પોતાના સિનિયર વિપુલ મિત્રાની બાજુમાં બેઠા.

આ સમયે કોઈએ રાજીવ ગુપ્તાનંુ ખૂબ જ વિવેકથી ધ્યાન દાર્યુ કે, તમે જ ખુરશી પર બેઠા છો એ ખુરશી તો કે. કૈલાશનાથન માટે છે. તેઓ ત્યાં બેસવાના છે. આથી ગુપ્તા ત્યાંથી ઊભા થઈ ગયા હતા. તેઓ ઊઠીને મુખ્ય સચિવની બાજુની ખુરશીમાં બેસી ગયા હતા. થોડીવાર પછી કે.કે. આવ્યા હતા તેઓ રાજીવ ગુપ્તાએ ખાલી કરેલી ખુરશી પર બેઠા હતા. સમારોહ સંપન્ન થયા બાદ બાબુઓ હળવા વાતાવરણમાં ચર્ચા કરતા હતા કે ગુપ્તા સાહેબ ભૂલથી કે.કે.ની ખુરશી પર બેસી ગયા હતા. પણ ભવિષ્યમાં વડા પ્રધાન મોદી તેમને કે.કે.ની જવાબદારી સોંપી શકે છે. કે.કે.ની ખુરશી સંભાળવા માટે તેઓ સક્ષમ પણ છે. ગૃહવિભાગના મુખ્ય અધિક સચિવ પંકજકુમારની મુખ્ય સચિવપદે નિમણૂક થયા બાદ ગૃહખાતાના કર્મચારી-અધિકારીઓમાં ઉત્સાહનો માહોલ હતો. પોતાના સાહેબને આ કર્મચારીઓએ ખૂબ જ ભાવભીની વિદાય આપી હતી. મોમેન્ટો આપી સાહેબની વિદાયને યાદગાર બનાવી હતી.

જેને પગલે મુખ્યસચિવ જેવું ટોચનંુ પદ મળ્યંુ હોવા છતાં પંકજકુમાર પણ ભાવુક થઈ ગયા હતા. તેઓ ગૃહવિભાગની તમામ શાખાઓમાં સામેથી ગયા હતા. તેમજ દરેક કર્મચારી-અધિકારીને મળ્યા હતા. એટલંુ જ નહી, પોતાને સાથસહકાર આપવા બદલ પંકજકુમારે તેઓનો આભાર માન્યો હતો. આ પ્રકારની શાલીનતાથી કર્મચારીઓ-અધિકારીઓમાં પણ પંકજકુમાર પ્રત્યેનો આદરભાવ વધ્યો છે. સચિવાલયમાં બાબુઓ ચર્ચા કરી રહ્યાં છે કે, ટેબલે ટેબલે જઈને કર્મચારીઓને મળવાની પરંપરા પંકજકુમારે શરૃ કરી તે બાબત સરાહનીય છે. જેથી બાબુઓ એકબીજા સાથે ચર્ચા કરે છે કે નિવૃત્ત થયેલા મુખ્યસચિવ અનિલ મુકિમ તો શાલીન-સરળ હતા પરંતુ પંકજકુમાર પણ આવા જ વ્યક્તિત્વના માલિક છે.

Follow Me:

Related Posts