ગુજરાત

ટેમ્પો દારુ સંતાડવા ચોરખાનું બનાવ્યુઃ ત્રણ શખ્સો ૮૨૭ બોટલ સાથે ઝડપાયા

સુરતમાં દારૂની ડિમાન્ડ વધતા કેટલાક બુટલેગરો દારૂ વેચાણ કરવા માટે સુરતમાં દારૂ લાવવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે સુરતની ડિંડોલી પોલીસે ચેક પોસ્ટ પાસેથી પસાર થતા ટેમ્પાને અટકાવી તેમાં ચેકિંગ કરતા ટેમ્પામાં ચોરખાનું બનાવી મોટા પ્રમાણમાં દારૂ લાવવામાં આવી રહ્યો હોવાનો ભાંડાફોડ કરી પોલીસે દારૂ લાવનાર ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી છે. આ ટેમ્પોમાં દારૂ સંતાડવાની જગ્યા જાેઈને પોલીસ પણ માથું ખંજવાળતી થઈ ગઈ હતી.

પોલીસે આ મામલે દારૂ મોકલનાર સહિતના ડ્રાઇવર મળી કુલ બે લોકોના વોન્ટેડ જાહેર કરી રૂપિયા ૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરતમાં દારૂની ડિમાન્ડ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે ત્યારે આવી નવા પ્રકરની તરકીબનો વધુ એકવાર સુરતની પોલીસે પર્દાફાશ કર્યો છે.

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા સીમાડા ચેકપોસ્ટ નજીકથી એક ટેમ્પામાં કેટલાક બુટલેગર દારુ લાવતા હોવાની જાણકારી પોલીસને મળતા પોલીસે આ મામલે વોચ ગોઠવી ટેમ્પાને ઝડપી પાડયો હતો. જાેકે ટેમ્પોમાં ચોરા બનાવી દારુલાવતા હોવાની વિગતો પોલીસને મળતા ટેમ્પો અટકાવી ચેક કરતા પોલીસ પણ એક વાર ચોકી ઉઠી હતી.

આ ટેમ્પોમાં ખાસ પ્રકાર નું ચોરખાનું બનાવી આ ચોર ખાનામાં મોટા પ્રમાણમાં દારૂ સંતાડેલો હતો જેથી પોલીસે ટેમ્પાના ચોર ખાનામાંથી ૮૨૭ નંગ દારૂની બોટલો કબજે કરી હતી.

Follow Me:

Related Posts