રાષ્ટ્રીય

ટેલિકોમ કંપની તમામ સરકારી ચૂકવણીમાં ૪ વર્ષની રાહત


કેબિનેટ બેઠકમાં મોદી સરકારે ટેલિકોમ સેક્ટરને આપેલ મહત્વની રાહતની સાથે આગામી સમય માટે પણ મહત્વના ર્નિણય લીધા છે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે ભારતીય ટેલિકોમ સેક્ટરમાં ૧૦૦% વિદેશી રોકાણને મંજૂરી આપી છે. ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકારે ઓટોમેટિક રૂટ થકી ક્ષેત્રમાં ૧૦૦% પ્રત્યક્ષ વિદેશી રોકાણ(હ્લડ્ઢૈં)ને મંજૂરી આપી છે. બજાર વિશ્લેષકોનું માનવું છે કે આ ર્નિણયનો સૌથી વધુ ફાયદો દેશના સૌથી તણાવગ્રસ્ત વોડાફોન-આઈડિયાને થશે. વોડાફોન પીએલસી તેમાં ભવિષ્યમાં સ્થિતિ સુધરતા નવું રોકાણ કરવા આગળ આવી શકે છે અથવા અન્ય કંપનીઓ પણ રોકાણ માટે આગળ આવી શકે છે. તણાવગ્રસ્ત ટેલિકોમ ક્ષેત્રને રાહત આપવા કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે ટેલિકોમ કંપનીઓને એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (એજીઆર) અને સ્પેકટ્રમ સહિતની તમામ સરકારી બાકી ચૂકવણી માટે ૪ વર્ષનો મોરેટોરિયમ આપ્યો છે.

આ ર્નિણય વોડાફોન આઈડિયા જેવા ખસ્તાહાલત ટેલિકોમ ઓપરેટરોને જીવનદાન આપશે. કેબિનેટ બેઠકની માહિતી આપતા ટેલિકોમ મંત્રાલયના વડા અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકારે દેવાગ્રસ્ત ટેલિકોમ સેક્ટરને રાહત આપવા માટે અને લાંબાગાળા માટે રોજગારીની તકો સર્જી શકે તે હેતુસર અનેક રાહત પેકેજની જાહેરાત કરે છે. તેમણે કહ્યું કે ટેલિકોમ સેક્ટરના પુનરોદ્ધાર માટે ૯ સ્ટ્રકચરલ રિફોર્મ અને ૫ પ્રોસેસ રિફોર્મ નક્કી કરવામાં આવ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે એજીએઆરની ચૂકવણી માટે ૪ વર્ષનો મોરેટોરિયમ આપવામાં આવશે. એજીઆરની વ્યાખ્યાને સરળ કરીને માત્ર ટેલિકોમ આવકને જ ગણતરીમાં લેવાશે. સરકાર નોન ટેલિકોમ આવકને એડજ્સ્ટેડ ગ્રોસ રેવન્યુ તરીકે ગણતરીમાં નહિ લે. ટેલિકોમ મંત્રીએ કહ્યું કે લાયસન્સ ફી, સ્પેકટ્રમ યુઝર્સ ચાર્જિસ અને અન્ય ચાર્જિસ પર વ્યાજ, પેનલ્ટી અને વ્યાજ પર પેનલ્ટીના ધારાધોરણોને પણ હળવા કરવામાં આવશે. માસિક ચક્રવૃદ્ધિને બદલે હવે વાર્ષિક વ્યાજ સહિતની ગણતરી કરવામાં આવશે.

સૌથી મોટી જાહેરાત કરતા મંત્રીએ કહ્યું કે ટેલિકોમ કંપનીઓને એમસીએલઆરના ૨ ટકા વ્યાજે લોન આપવામાં આવશે. આ સિવાય પેનલ્ટી સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. આ તમામ ફેરફાર ૧લી ઓક્ટોબરથી લાગુ થશે. આ સિવાય ૪ વર્ષ બાદ પણ સરકાર પાસે એજીઆરની બાકી ચૂકવણીને ઈક્વિટીમાં રૂપાંતરિત કરવાનો વિકલ્પ રહેશે. વોડાફોન આઈડિયા લિમિટેડના ભૂતપૂર્વ ચેરમેન કુમાર મંગલમ બિરલાએ અગાઉ કેબિનેટ સચિવને પત્ર લખીને વોડાફોન આઈડિયામાં પોતાનો હિસ્સો સરકારને અથવા સરકાર દ્વારા મંજૂર કરેલી કોઈપણ કંપનીને મફતમાં ઓફર કર્યો હતો. ત્યારબાદ ગત ૪ ઓગસ્ટના રોજ અબજાેપતિ બિરલાએ ચેરમેન પદેથી રાજીનામું આપતા વોડાફોન આઈડિયા લિમિટેડનો શેર તૂટયો હતો. છય્ઇ મુદ્દે વોડાફોન-આઈડિયાને ટેલિકોમ મંત્રાલયને ૫૦,૪૦૦ કરોડ ચૂકવવાના બાકી છે. જાેકે કેટલાક વિશ્લેષકોના મતે સરકાર કરદાતાઓના નાણાંનો ઉપયોગ ટેલિકોમને બેલઆઉટ કરવા માટે વાપરી ન શકે.

Related Posts