ટેલેન્ટેડ એંકર અને અભિનેતા મનીષ પૌલે તેના સ્પેલિંગમાં ‘ઈ’નો ઉમેરો કેમ કર્યો ?
ફિલ્મી સેલેબ્રિટીઝ અનેકવાર અંધશ્રદ્ધાના શિકાર બની જાય છે અને આ કારણે હંમેશા કોઈને કોઈ વાતને લઈને ખૂબ જ સતર્ક રહે છે. ગુડ લક માટે નામમાં ફેરફારથી અલીને કોઈ ખાસ વસ્તુને શૂટિંગ સેટ પર સાથે લઈ જવાની વાતો ફેન્સ માટે નવી નથી. ટેલિવિઝન દુનિયાના ટેલેન્ટેડ એંકર અને ફિલ્મ ‘જુગજુગ જિયો’માં અભિનેતા મનીષ પૌલે તેના નામના સ્પેલિંગમાં ‘ઈ’નો ઉમેરો કર્યો છે. એક પોડકાસ્ટ સમયે મનીષે ખુલાસો કર્યો છે કે, શા માટે તેણે તેના નામમાં ફેરફાર કર્યો છે અને તેની લાઈફમાં શું ફેરફાર આવ્યો છે.
મનીષે નામના સ્પેલિંગમાં ફેરફાર કરવાની વાત પર કહ્યું હતું કે, જયારે હું એકવાર ન્યૂમોરોલોજિસ્ટ સંજય જુમાણી સાથે ફ્લાઈટમાં હતો ત્યારે મને સંજયે તેમની મુલાકાત લેવા માટે આમંત્ર આપ્યું હતું. પહેલા તો હું તેમને મળતા પહેલા ખચકાયો હતો પણ જયારે હું તેમને મળ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ચિંતા ન કરો. હું તમારા નામમાં વધારે ફેરફાર નહીં કરું. તેમણે મને સ્પેલિંગમાં ‘ઈ’ જાેડવા માટે કહ્યું હતું. નામમાં કેવી રીતે ફેરફાર કરવો તેના વિવિધ ઉદાહરણ પણ અમને તેમણે આપ્યા હતા. મને ‘સ્ટ્ઠહૈીજર’ નો સ્પેલિંગ ગમ્યો અને મેં તેને મારા નામમાં જાેડી દીધો હતો પાછળથી મને પણ સમજાયું કે, નામમાં ફેરફાર કરવો જરૂરી હતો.
આ સાથે જ તેણે ઉમેર્યું હતું કે, નામ બદલવાથી શું અસર થશે તેની મને પહેલા જાણ નહોતી. મેં વિચાર્યું હતું કે, નામમાં એકવાર ફેરફાર કરીને જાેવું અને જયારે મેં નામમાં ફેરફાર કર્યો ત્યારે સમજાયું કે, મારી લાઈફમાં અનેક સારી ઘટના બાઈ રહી છે. નામના સ્પેલિંગમાં એક્સ્ટ્રા ‘ઈ’ના સમાવેશથી ઘણોય ફરક પડ્યો છે. અનેકવાર આવું થાય છે પણ આગળ જતા શું થાય છે તેની મને નથી ખબર.
Recent Comments