fbpx
બોલિવૂડ

ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ ‘ડિયર જસ્સી’નું પ્રીમિયર થયું

હોલીવુડના નિર્દેશક તરસેમ સિંઘ દ્વારા નિર્દેશિત ‘ડિયર જસ્સી’, જૂન ૨૦૦૦માં પંજાબમાં તેના પરિવારની ઈચ્છા વિરુદ્ધ ગામડાના છોકરા સાથે લગ્ન કરવા માટે એક ભારતીય-કેનેડિયન મહિલા જસ્સી સિદ્ધુની ઓનર કિલિંગની સ્ટોરી છે, તેનું પ્રીમિયર ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં (્‌ર્િર્ર્હં ૈંહંીહિટ્ઠંર્ૈહટ્ઠઙ્મ હ્લૈઙ્મદ્બ હ્લીજંૈદૃટ્ઠઙ્મ) થયું હતું. આ ફિલ્મ ૨૪ વર્ષીય જસ્સી સિદ્ધુની કરૂણાંતિકાનું વર્ણન કરે છે, જેને પંજાબમાં તેની માતાના ગામની મુલાકાત દરમિયાન તે જ સિદ્ધુ કુળના કબડ્ડી ખેલાડી સુખવિંદર સિદ્ધુ ઉર્ફે મિથુ સાથે પ્રેમમાં પડવાની ભૂલ કરી હતી.

વૈંકુવર નજીક મેપલ રિજમાં જન્મેલી, જસ્સીની પંજાબમાં જગરોં નજીક તેની માતાના ભાડે રાખેલા હત્યારાઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી, જ્યારે તેના પતિને મૃત અવસ્થામાં છોડી દેવામાં આવી હતી. સૂફી કવિ બુલ્લે શાહની ‘કમલી’ થી શરૂ કરીને, આ ફિલ્મ જુન ૨૦૦૦ની દુઃખદ ઘટનાઓને શાનદાર રીતે ફરીથી બતાવે છે, જેની શરૂઆત એક ભારતીય-કેનેડિયન છોકરી (પાવિયા સિદ્ધુ દ્વારા ભજવવામાં આવેલ) એક પંજાબી છોકરા (યુગમ સૂદ દ્વારા ભજવવામાં આવેલ) સાથેના પ્રેમથી થાય છે. પંજાબની પ્રથમ મુલાકાત હોય છે. પંજાબના શહેરો અને વૈંકુવર નજીક જસ્સીના શાનદાર મેપલ રિજ વચ્ચેના દ્રશ્યો ઝડપથી બદલાય છે કારણ કે બંને વચ્ચે પ્રેમ થાય છે, પહેલા પંજાબના ગામમાં તેમની ગુપ્ત બેઠક દ્વારા અને પછી પત્રો અને ફોન કોલ્સ દ્વારા જ્યારે જસ્સી વૈંકુવર પરત ફરે છે.

જ્યારે જસ્સીની માતા મલકિયત કૌર અને મામા સુરજીત સિંહ બદરશા તેના પર તેની પસંદગીના ઈન્ડો-કેનેડિયન છોકરા સાથે લગ્ન કરવા માટે દબાણ કરે છે, ત્યારે તે ભારત જાય છે અને મિથુને કેનેડા આવવાની વ્યવસ્થા કરવા માટે કેનેડા પાછા ફરતા પહેલા તે મિથુ સાથે ગુપ્ત રીતે લગ્ન કરે છે. પરંતુ જ્યારે તેની માતા અને મામાને તેના ગુપ્ત લગ્ન વિશે ખબર પડે છે, ત્યારે જસ્સી પર ત્રાસ ગુજારવામાં આવે છે, તેમના ઘરે બંધી રાખવામાં આવે છે અને ભારતમાં તેના લગ્નને રદ કરવા માટે કાગળો પર સહી કરવા દબાણ કરવામાં આવે છે. ફિલ્મની ખાસિયતો કેનેડામાં જસ્સીના ઘરે અસ્તવ્યસ્ત દ્રશ્યો છે જ્યારે તેના ગુપ્ત લગ્ન હવે કોઈ રહસ્ય નથી રહ્યું અને તે મિથુ અને તેના લગ્નને બચાવવા માટે ભારત જવા માટે પોલીસની મદદ માંગે છે. નિર્દેશકે ફિલ્મમાં પંજાબી હાસ્યના સારને દર્શાવવા માટે બોલચાલની ભાષા પંજાબીનો બહોળો ઉપયોગ કર્યો છે, જેને અંગ્રેજીમાં ડબ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts