ગુજરાત

ટ્યૂશન ક્લાસીસમાં નોકરી કરતી યુવતીના પ્રેમમાં પાગલ યુવકે કરી છેડતી

ટ્યૂશન ક્લાસીસ માં નોકરી કરતી ૨૪ વર્ષીય યુવતીનો પીછો કરી એક તરફી પ્રેમમાં પાગલે છેડતી કરીને ક્લાસીસને સળગાવી નાખવાની ધમકી આપનાર મહેસાણાના યુવક વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી. મહેસાણા પંથકમાં રહેતી અને નાગલપુર ખાતે આવેલા ટ્યૂશન ક્લાસીસમાં નોકરી કરતી ૨૪ વર્ષની યુવતીનો શહેરના રાજકમલ પેટ્રોલ પંપ નજીક આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં રહેતો રાહુલ પટેલ નામનો યુવાન અવારનવાર પીછો કરીને હેરાન પરેશાન કરતો હતો.

યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ રાહુલ યુવતીને પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરી રહ્યો હતો,પરંતુ યુવતી તાબે ન થતાં ૨૫ ઓક્ટોબરના રોજ કે ટ્યૂશન ક્લાસીસમાં પહોંચી ગયો હતો અને તેનો હાથ પકડી તેણી તેણીની છેડતી કરી હતી અને ક્લાસીસ ચલાવતા સંચાલક ને ક્લાસીસ નું મકાન ખાલી કરાવી દેજે નહીં તો તારું ટ્યૂશન ક્લાસીસ સળગાવી દઈશ કહીને યુવતીને અને ક્લાસીસના સંચાલકને પણ ધમકી પણ આપી હતી. ગભરાયેલી યુવતીએ આ અંગે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે રાહુલ મહેન્દ્રભાઈ પટેલ (રહે ચંદન પાર્ક સોસાયટી)વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરીને રોમિયોગીરી કરતા યુવક રાહુલ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts