ટ્રક ચાલકને ગોંધી રાખી રૂ.૨૦.૬૬ લાખના સળિયા ભરેલી ટ્રકની લૂંટ ચાલી
આણંદ પાસેના ગામડી સ્થિત બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલતો હોય ત્યાં સાઈટ પર મહારાષ્ટ્રથી રૂપિયા ૨૦.૬૬ લાખની કિંમતના લોખંડના સળીયા ખાલી કરવા મહારાષ્ટ્રથી આણંદ સ્થિત ગામડી ખાતે આવ્યા હતા. ત્યારે ચાર શખસોએ તેમને કંપનીના નામે વિશ્વાસમાં લઈ ટ્રક સાથે તેમનું અપહરણ કરી રૂમમાં ગોંધી રાખી રૂા. ૨૦.૬૬ લાખના સળિયા કરેલી ટ્રકની લૂંટ કરી હતી. જાેકે, જેમ તેમ કરીને રૂમમાંથી ટ્રક ચાલક બહાર આવ્યો હતો અને તેણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ મામલે આણંદ શહેર પોલીસે ચાર જણાં વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મહારાષ્ટ્રના હીંગોલી સ્થિત સેનગાવ ખાતે ૪૨ વર્ષીય ગજાનન શખારામ નાગરે રહે છે. અને એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે. ૨૦મી ઓક્ટોબરના રોજ તેઓ મુંબઈના રાયગઢમાંથી દોલવી કંપનીમાંથી લોખંડના સળીયા ભરીને નીકળ્યા હતા. દરમિયાન, તેની ડિલીવરી આણંદ પાસેના ગામડી ગામ સ્થિત બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલતો હોય તેમાં ડિલીવરી હતી.
દરમિયાન બે દિવસ બાદ તેઓ આણંદ ખાતે આવ્યા અને તેમની ટ્રક લઈને ઊભા હતા. એ સમયે એક સંજય નામનો અજાણ્યો શખસ તેમની પાસે આવ્યો હતો અને તેણે ચાકુ બતાવી ટ્રકમાંથી ઉતરી જવાનું કહ્યું હતું. વધુમાં એ પછી બીજાે એક શખસ આવ્યો હતો અને તે તેની સળીયા ભરેલી ટ્રક હંકારી ગયો હતો. રાત્રિના સમયે ફોર વ્હીલ કાર લઈને એક શખસ આવ્યો હતો અને મર્ડર કરી દેવાની ધમકી આપી સંજય તેમજ ટ્રક ચાલક ગજાનનને બેસાડીને કોઈ અજાણી જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં તેને કોઈને ફોન ન કરવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી એક રૂમમાં પૂરી દીધો હતો. જાેકે, એ સમયે ગજાનને પોતાને ગભરામણ થાય છે તેમ કહી દરવાજાે ખૂલ્લો રખાવ્યો હતો. અને જ્યારે રૂમમાં તેની સાથે સૂઈ રહેલો સંજય ગાઢ નિદ્રામાં હતો ત્યારે અર્ધ ખુલ્લા દરવાજા મારફતે ભાગી નીકળ્યો હતો. ત્યાંથી તે રીક્ષા પકડીને સીધો વડોદરા છાણી ખાતે પહોંચ્યો હતો અને તેની કંપનીના માલિક રાહુલ પાટીલને ફોન કરીને સમગ્ર હકીકત જણાવી હતી. દરમિયાન, કંપનીની ટીમ તાબડતોડ વડોદરા અને ત્યાંથી આણંદ આવી પહોંચ્યા હતા અને સમગ્ર બનાવની ખરાઈ કરી હતી. જેમાં સમગ્ર હકીકત સાચી નીકળતાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી લુંટારુઓના સગડ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે. લૂંટમાં સામેલ તમામ યુવાનો હતા. જેમાં સંજય નામનો શખ્સ, ટ્રક ચલાવનારો શરીરે મધ્ય બાંધાનો ૨૦થી ૨૫ વર્ષીય યુવક, બાઈક લઈને આવેલો ૨૫થી ૩૦ વર્ષનો અને ફોર વ્હોલ લઈને આવેલો શરીરે જાડો ૩૫થી ૪૦ વર્ષના ચાર શખસો વિરૂદ્ધ લૂંટ અને અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.
કરવાની
Recent Comments