અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ, ઉદ્યોગપતિ એવા ડોનાલ્ડ ટ્રમ્પ કોઈકની કોઈ વાતને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિની રેસમાં જ્યારથી ઉભા રહ્યા છે ત્યારથી લઈને રાષ્ટ્રપતિ નું પદ છૂટયા બાદ અને અત્યારે પણ એટલા જ ચર્ચામાં રહે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ નું બિઝનેસ મોડલ સૌથી અલગ છે આ પહેલાં રાષ્ટ્રપતિ હતા જેમાં બરાક ઓબામા હોય જ્યોર્જ બુશ હોય કે અન્ય કોઈ રાષ્ટ્રપતિ તેઓ કરતા ડોનાલ્ડ ટ્રમ્પ બિલકુલ અલગ છે. પોતાના બિઝનેસ મોડલ માટે પણ જાણીતા છે. તેમના પોતાના બાર ચાલે છે. આ બાર અમેરિકામાં સૌથી મોંઘા બાર હોવાનું માનવામાં આવી રહ્યું છે પરંતુ બારની અંદર લોકોને લક્ઝુરિયસ ફિલિંગ આવતી હોય છે જેથી લોકો પણ બારમાં જતા હોય છે ડોનાલ્ડ ટ્રમ્પ એટલા વૈભવશાળી અને બિઝનેસમાં એટલા કુશળ છે કે તેમની સાથે મીટીંગમાં દરમિયાન ચા પીવી હોય તો એનો પણ ખર્ચ રૂપિયા 37 લાખ થાય છે. અન્ય દેશોમાં એક સામાન્ય માણસ આટલા રૂપિયામાં પોતાનું ઘર લઈ શકે છે.
આ ઉપરાંત ફોટો પડાવવાનો ખર્ચ 22 લાખ થાય છે. ટ્રમ્પએ પોતાની કોફી ટેબલ બુકમાંથી 1 જ વર્ષ માં 506 કરોડની કમાણી કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાથી જ શ્રીમંત છે તેઓ વિવિધ પ્રકારના બિઝનેસ સાથે જોડાયેલા છે જેમાં રિયલ એસ્ટેટ ગોલ્ડ બાર સહિતના અલગ-અલગ પ્રકારના બિઝનેસ ડોનાલ્ડ ટ્રમ્પના ચાલી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ પહેલા એક વિવાદમાં પણ આવ્યા છે જ્યાં વ્હાઇટ હાઉસની અંદર ડોનાલ્ડ ટ્રમ્પના સમયે વિવિધ દસ્તાવેજો ટોયલેટમાં ફ્લશ થયા હોવાનું પણ બહાર આવ્યું છે. આ પ્રકારના આરોપો લાગ્યા છે.
Recent Comments