(જી.એન.એસ) , વોશિંગ્ટન , તા.૧૦
અમરિકામાં બોક્સિંગ એક ખુબ મોટો વ્યવસાય છે, જેમાં બોક્સરોને અને રોકાણકારોને ખુબ મોટા પાયે કમાણી થાય છે, જ્યારે પ્રેક્ષકોને મનોરંજન મળે છે.ટ્રમ્પ હવે બોક્સિંગના વ્યવસાયની સાથે જાેડાઇને બોક્સિંગની કોમેન્ટરી આપવાનું વિચારી રહ્યા છે. હાલમાં તેમણે બોક્સિંગની એક નકલી મેચમાં કોમેન્ટરી આપવાનો ર્નિણય કર્યો છે અને આ નકલી મેચમા ભૂતપૂર્વ હેવીવેઇટ ચેપિયમ ઇવાંડર હોલીફિલ્ડ પણ જાેવા મળશે. ટ્રમ્પની સાથે તેમના પુત્ર ડોનાલ્ડ જુનિયર પણ જાેવા મળશે. પોતાના નવા શોખ અંગે બહાર પાડેલા એક નિવેદનમાં ટ્રમ્પે કહ્યું હતું કે મને મહાન બોક્સરો, ફાઇટરો અને ફાઇટ ખુબ જ ગમે છે. આ વખતે હું આગામી શનિવારની રાત્રે આવી જ એક બોક્સિંગ મચનો એક હિસ્સો બનીશ.અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા ઘણા સમયથી રાજકારણથી દૂર થઇ ગયા હોઇ હવે તેમણે બોક્સિંગની રિંગમાં ઉતરીને બોક્સિંગ કરવાનો ર્નિણય કર્યો છે. અલબત્ત ટ્રમ્પ બોક્સિંગ રિંગમાં ઉતરીને અન્ય બોક્સર સાથે બોક્સિંગ કરવાની કોઇ ઇચ્છા ધરાવતા નથીસ પરંતુ તેમણે હવે બોક્સિંગના વ્યવસાયની સાથે ડજાેડાઇ રહેવાનો ર્નિણય કર્યો છે.
ટ્રમ્પ રાજકારણ બાદ હવે બોક્સિંગ રિંગમાં ઉતરશે

Recent Comments