fbpx
રાષ્ટ્રીય

ટ્રાફિક નિયમના ભંગ બદલ સગીરને મોતની સજા સંભળાવાતા ફ્રાન્સ સળગ્યું

ફ્રાન્સની રાજધાની પેરિસમાં મંગળવારે ટ્રાફિક સિગ્નલનું પાલન ન કરવા બદલ ૧૭ વર્ષના છોકરા નાહેલને પોલીસે ગોળી મારી દીધી હતી. સગીરના મોત બાદ ફ્રાન્સમાં હિંસા ફાટી નીકળી છે. સેંકડો લોકોએ પેરિસની શેરીઓમાં પ્રદર્શન કર્યું અને આગ લગાવી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર પ્રદર્શન દરમિયાન અનેક ઈમારતો અને કારોને આગ ચાંપી દેવામાં આવી હતી. હાલમાં પોલીસે ગોળી મારનાર અધિકારીની અટકાયત કરી છે. ફ્રાન્સમાં હિંસા બાદ પેરિસની સડકો પર બે હજાર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, અત્યાર સુધીમાં ૧૫૦ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું કે આ ઘટનાથી આખો દેશ દુઃખી છે. કોઈ તર્ક આ રીતે નિર્દોષ સગીરની હત્યાને યોગ્ય ઠેરવી શકે નહીં. ત્યારે નેશનલ એસેમ્બલીમાં, સાંસદોએ એક મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી.

Follow Me:

Related Posts