fbpx
રાષ્ટ્રીય

ટ્રેનની અંદર બિન્દાસ્ત સિગરેટ પીતી જાેવા મળી છોકરી, વવિડીયો વાઈરલ થયા પછી જે થયું…

એક મુસાફરે માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં દાવો કરાયો કે એક મહિલા ટ્રેનની અંદર મારિઝુઆના અને સિગરેટ પી રહી હતી. ટાટાનગરથી કટિહાર જનારા આ મુસાફરે આ બાબતે નારાજગી વ્યક્ત કરી. મુસાફરે એક ટ્‌વીટમાં કહ્યું કે આ યુવતી આસનસોલમાં ટ્રેનમાં સવાર થઈ અને આખી રાત મારિઝુઆના અને સિગરેટ પીતી જાેવા મળી.

તેની ટ્‌વીટના જવાબમાં રેલવે સર્વિસે મુસાફરી વિશે વધુ જાણકારી માંગી. ફરિયાદ બાદ રેલવેએ આપ્યો આ જવાબ? તે જાણો.. રેલવે સેવાએ તેમની અસુવિધાનો જવાબ આપ્યો અને કહ્યું કે સર અમે તમને અપીલ કરીએ છીએ કે કૃપા કરીને વિવરણ (પીએનઆર/ટ્રેન નંબર) અને મોબાઈલ નંબર મારી સાથે ડીએમના માધ્યમથી શેર કરો. તમે સીધા રંંॅઃ//ટ્ઠિૈઙ્મદ્બટ્ઠઙ્ઘટ્ઠઙ્ઘ.ૈહઙ્ઘૈટ્ઠહટ્ઠિૈઙ્મુટ્ઠઅજ.ર્ખ્તદૃ.ૈહ પર જઈને પણ તમારી ચિંતા વ્યક્ત કરી શકો છો અથવા તો જલદી નિવારણ માટે ૧૩૯ ડાયલ કરી શકો છો. ટ્રેનોમાં ધુમ્રપાન અંગે કાયદો વિષે જાણી લો..

જાે તમે ટ્રેનમાં ધુમ્રપાન કરી રહ્યા છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે આ બદલ તમારી પાસે માત્ર દંડ જ નહીં જેલ જવાની નોબત પણ આવી શકે છે. ભારતીય રેલવે ટ્રેનોમાં ધુમ્રપાન કરતા પકડાયેલા મુસાફરો સામે કડક પગલાં લેવાનું વિચારી રહી છે. જેમાં તેમની ધરપકડ કરવાનું પણ સામેલ છે. રેલવે અધિનિયમની કલમ ૧૬૭ સ્પષ્ટ કરે છે કે સહમુસાફરની મનાઈ કે આપત્તિ છતા ડબ્બામાં ધુમ્રપાન કરતા મુસાફર પકડાય તો ૧૦૦ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

Follow Me:

Related Posts