ટ્રેન અટકાવી પાટા પર આંદોલનખેડૂતો આક્રમકઃ અલ્ટીમેટમ પુરૂ, રસ્તાની સાથે રેલ્વે પણ રોકીશું
અમૃતસરથી ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિના ખેડૂત ૭૦૦ ટ્રેક્ટર-ટ્રોલીઓમાં દિલ્હીમાં રવાના થયા, ભારતીય ખેડૂત યુનિયન સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું, કહ્યું- નવા કૃષિ કાયદાથી ખેડૂતો નબળા બનશે
નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે ૧૬મો દિવસ છે. ખેડૂતો અને સરકારની લડાઈ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ છે. ભારતીય ખેડૂત યૂનિયને ત્રણેય કૃષિ બિલોને શુક્રવારે કોર્ટમાં પડકાર્યા છે. તેમનું કહેવું છે કે આ કાયદાથી ખેડૂતો નબળા બનશે. ખેડૂત નેતા બૂટા સિંહે ગુરુવારે કહ્યું કે, કાયદો રદ્દ કરવા માટે હાલ કોઈ ર્નિણય લેવાયો નથી, એટલા માટે ઝડપથી ટ્રેન અટકાવવાની તારીખ જાહેર કરીશું. ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલે કહ્યું કે, ખેતી રાજ્યોનો વિષય છે, તો કેન્દ્ર આની પર કાયદો કેવી રીતે બનાવી શકે. આ બધાની વચ્ચે આંદોલન વેગ પકડી રહ્યું છે. અમૃતસરથી ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિના ખેડૂત ૭૦૦ ટ્રેક્ટર-ટ્રોલીઓમાં દિલ્હીમાં રવાના થયા છે.તો આ તરફ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, ખેડૂતોએ વિરોધ બંધ કરીને વાતચીત કરવી જાેઈએ, અમે વાતચીત માટે તૈયાર છીએ. ખેડૂતોએ બુધવારે સરકારનો લેખિત પ્રપોઝલ ઠુકરાવી દીધું હતું.આ વિશે કૃષિ મંત્રીએ શુક્રવારે કહ્યું કે, અમને ખેડૂતો પાસેથી કોઈ જવાબ નથી મળ્યો. માત્ર મીડિયા દ્વારા ખબર પડી છે કે તેમણે પ્રપોઝલ ઠુકરાવી દીધો છે. અમે અમારા પ્રપોઝલમાં મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. અમને તેમની તરફથી આગળની વાતચીતનું પ્રપોઝલ નથી મળ્યું. મોદીની અપીલ-મારા મંત્રીઓની વાત જરૂર સાંભળજાે ખેડૂતોની માંદ અંગે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલવે મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મોદીએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને કહ્યું કે, આને જરૂર સાંભળજાે. આજે સિયાલદહ-અમૃતસર અને ડિબ્રૂગઢ- અમૃતસર ટ્રેન રદ કરવામાં આવી છે. ૧૩ ડિસેમ્બરે અમૃતસર-સિયાલદહ અને અમૃતસર-ડિબ્રૂગઢ ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. ખેડૂત નેતા શિવકુમાર કક્કાને પૂછવામાં આવ્યું કે નિવેડો ક્યારે આવશે તો તેમણે કહ્યું, ભગવાનને ખબર કે ક્યારે આવશે. શિયાળા અને કોરોનાને કારણે અમને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે, પણ માગ પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું. બન્ને પક્ષો એકબીજાની પહેલ કરવાની રાહ જાેઈ રહ્યા છે. કૃષિમંત્રીએ કહ્યું હતું કે જ્યારે વાતચીત થઈ રહી છે તો આંદોલનને વધારવાનું એલાન યોગ્ય નથી. તો આ તરફ ખેડૂતોનું કહેવું છે કે વાતચીતનો રસ્તો બંધ નથી કર્યો, સરકારના બીજા પ્રપોઝલ પર વિચારીશું. કેન્દ્રએ ખેડૂતોને સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે કૃષિ કાયદાને પાછા લેવા મુશ્કેલ છે. જાે કોઈ ચિંતા છે તો સરકાર વાતચીત અને સુધારા માટે હંમેશાં તૈયાર છે. કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે અમે ખેડૂતો સાથે ઘણી વખત વાતચીત કરી. તેમના દરેક સવાલનો જવાબ લેખિતમાં પણ આપ્યો, પણ ખેડૂત હાલ પણ ર્નિણય નથી લઈ શકતા અને આ ચિંતાની વાત છે. ખેડૂત આંદોલન વચ્ચે સિંધુ બોર્ડર પર ફરજ અદા કરી રહેલા ૨ આઈપીએસ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ ઉપરાંત એક ડીસીપી અને એક એડિશનલ ડીસીપી પણ સંક્રમિત થઈ ગયા છે.
વડાપ્રધાન મોદીની અપીલ
એક ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ મંત્રી દ્વારા પાછલા દિવસોમાં ખેડૂત આંદોલનના મુદ્દે યોજાયેલી પત્રકાર પરિષદનો ઉલ્લેખ કર્યો અને લોકોને તેમની વાત સાંભળવાની અપીલ કરી. પીએમ મોદીએ લખ્યું, ‘કેબિનેટના મારા બે સાથીઓ નરેન્દ્રસિંહ તોમર જી અને પિયુષ ગોયલ જીએ નવા કૃષિ કાયદા અને ખેડૂતોની માંગણીઓને લઇ વિસ્તારથી વાત કરી છે. તેને ચોક્કસ સાંભળો. પાછલા દિવસોમાં પીએમ મોદીએ નવા સંસદ ભવનના ભૂમિપૂજન વખતે પણ એક ખાસ સંદેશો આપ્યો હતો અને ગુરુ નાનક દેવનો પાઠ બધાની સામે કહ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે સંવાદ ચાલુ રહેવો જાેઈએ અને ચર્ચા થતી રહેવી જાેઇએ. ખેડૂતો દ્વારા લેખિત પ્રસ્તાવને ઠુકરાવ્યા બાદ નરેન્દ્ર સિંહ તોમર, પિયૂષ ગોયલ પાછલા દિવસોમાં મીડિયા સામે આવ્યા હતા.
કૃષિ મંત્રીએ અહીં ખેડૂતોને ફરી એકવાર આ દરખાસ્ત પર વિચાર કરવાનું કહ્યું. સાથો સાથ એમ પણ કહ્યું કે સરકાર કોઇ ઇગો રાખી રહ્યું નથી, અમે ખુલ્લા મનથી વાતચીત કરી રહ્યા છીએ. કૃષિ કાયદા અંગે તેમણે કહ્યું કે ત્રણ કૃષિ કાયદા ખેડૂતોની આવક વધારવા માટે છે. નક્કી સમયમાં ચૂકવણીની વ્યવસ્થા કરાઇ છે. ખેડૂતોની જમીન સુરક્ષિત રાખવાનું ધ્યાન રખાયું છે. કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે સરકારની તરફખથી ખાતરી આપી હતી કે એમએસપી ચાલુ રહેશે, એપીએમસી મજબૂત થશે. આ સિવાય પણ જાે કાયદામાં શંકા હોય તો સરકાર દરેક મુદ્દા પર ચર્ચા કરશે અને ખેડૂતોની સમસ્યા ઉકેલશે.
Recent Comments