રાષ્ટ્રીય

ટ્રેન કાઢવા રેલવે કર્મચારીઓ ટ્રેક પર ચાલીને ટ્રેનનો એન્જિનને ટ્રેક બતાવ્યો, વીડિયો વાયરલ

મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કટનીના સલીમનાબાદ સ્થિત ઈમાલિયા રેલવે ગેટ કટની જબલપુર રેલવે વિભાગ પર પાણી ભરાવાને કારણે પાટા પાણીમાં ડૂબી ગયા હતા. પાટા પર પાણી આવવાના કારણે રેલ્વે પ્રશાસન પણ સતર્ક બની ગયું હતું અને સાવચેતીના પગલારૂપે રેલ્વે કર્મચારીઓને ફરજ પર મુકવામાં આવ્યા હતા. પાણી ભરેલા પાટા પરથી ટ્રેનોને કાળજીપૂર્વક બહાર કાઢવામાં આવી રહી છે અને રેલ્વેના કર્મચારીઓ ટ્રેનની આગળ ચાલતા જાેવા મળી રહ્યા છે અને રેલવે ટ્રેક પર એકઠા થયેલા પાણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Follow Me:

Related Posts