ઠળિયા લોકેશન ના જુના સગાંણા ગામે ગાય એ જોડિયા વાછરું ને જન્મ આપ્યો
ગુજરાત સરકારના પશુ પાલન વિભાગ દ્વારા ચાલતાં અને જી.વી.કે. ઈ.એમ.આર.આઇ. દ્વારા સંચાલિત દસ ગામ દિઠ ફરતાં પશુ દવાખાના દ્વારા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠળિયા લોકેશન પર કાર્યરત ફરતા પશુ દવાખાના ને જુના સગાંણા ગામનો કેસ મળતાં પશુ ચિકિત્સક ડો.રાઘવ કુમાર જોષી તેમજ તેમના સાથી પાયલોટ કમ ડ્રેસર દર્શન જોષી કેસ મા જવા રવાના થઈ ગયા આ કેસ જુના સગાંણા ગામના રહેવાસી સરવૈયા સિદ્ધાર્થ સિંહ દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો. સ્થળ પર પહોંચી તપાસ કરતાં એક ગાય પ્રસુતિ ની પીડા થી બોવજ પીડાય રહી હતી. વધુ તપાસ કરતાં ગાયને પ્રસુતિ કરાવવાની જરૂર પડે તેમ હતી. જેથી ૧૯૬૨ ની ટીમ પશુ ચકિત્સક ડો. રાઘવ કુમાર જોષી અને પાઇલોટ કમ ડ્રેસર દર્શન જોષી દ્વારા ગાયને સફળ પ્રસુતિ કરવાવામાં આવી હતી. જેમાં ગાય ને બે વાછરુ આવ્યા છે એક વાછરડો અને એક વાછરડી નો જન્મ થયો હતો.
આ પ્રસુતિ અને સારવાર મફત કરવામાં આવી હતી તેમજ દવાઓ પણ મફત આપવામાં આવી હતી. તેથી ગાયના માલિક સરવૈયા સિદ્ધાર્થ સિંહ ની ગાયનો જીવ બચાવવા બદલ ૧૯૬૨ એનિમલ હેલ્પ લાઈનનો આભાર માન્યો હતો.
આમ, ૧૦ ગામ દિઠ ફરતાં પશુ દવાખાના દ્વારા સફળ પ્રસુતિ કરી ગાયનો જીવ બચાવવામાં આવ્યો હતો અને પશુ ચિકિત્સક ડો. રાઘવ કુમાર જોષી અને પાયલોટ કમ ડ્રેસર દર્શન એન જોષી દ્વારા સારી કામગીરી બદલ જીલ્લા પ્રોગ્રામ મેનેજર ડો. તાલિબ હુસૈન તેમજ જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અમાનતઅલી નકવી દ્વારા તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
આમ, અનેક પશુઓ માટે આશીર્વાદ રૂપ બની રહેલ ૧૯૬૨ એનિમલ હેલ્પ લાઇનને ટોલ ફ્રી નંબર ૧૯૬૨ પર કોલ કરી અબોલ પશુઓના જીવ બચાવવામાં મદદરૂપ થવાં ભાવનગર પશુપાલન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
Recent Comments