fbpx
અમરેલી

ઠાંસા ગામે વિદેશી દારૂની બોટલો નંગ-૫૦ તથા કુલ રૂ.૨,૩૦,૨૫૦ નો મુદ્દામાલ પકડી પાડતી દામનગર પોલીસ

ભાવનગર રેન્જ આઇ.જી.પીશ્રી અશોકકુમાર યાદવ સાહેબનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી દારુ – જુગારની બદી દૂર કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , અમરેલી જીલ્લામાંથી દારુ – જુગારની પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય અને શ્રી જે.પી.ભંડારી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક નાઓએ દારુ જુગાર પ્રવૃતી કરતા ઇસમોને પકડવા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય.

જે અન્યવે દામનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ પી.એ.જાડેજા નાઓના માર્ગદર્શન અને સુચનાથી દામનગર પો.સ્ટે.ના અના એ.એસ.આઇ આર દેશાણી તથા પો.કોન્સ ચંદુભાઇ હરજીભાઇ ચૌહાણ તથા પો.કોન્સ મુકેશભાઇ વાલજીભાઇ ચૌહાણ તથા સર્વેલન્સ ટીમના પો.કોન્સ વિક્રમભાઇ પોપટભાઇ રાઠોડ એ રીતેના દામનગર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ ચંદુભાઇ હરજીભાઇ ચૌહાણ નાઓને બાતમી હકિકત મળેલ કે સુવાગઢ ગામ તરફથી એક તુફાન વાહનમાં અમુક ઇસમો દામનગર તરફ પરપ્રાંત ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરવાના હોય જે હકિકત આધારે ઉપરોકત વાહનની વોચમાં હતા તે દરમ્યાન એક શંકાસ્પદ તુફાન વાહન નિકળતા સદરહુ વાહન રોકાવી ચેક કરતા વાહનમાં અલગ – અલગ જગ્યાએ ચોર ખાના બનાવીને છુપાવેલ પરપ્રાંત ઇંગ્લીશ દારૂની બોટલ નંગ -૫૦ મળી કુલ કિ.રૂ .૨,૩૦,૨૫૦ / – સાથે બે ઇસમોને પકડી પાડી તેના વિરૂધ્ધ ધી ગુજરાત પ્રોહિબીશન એક્ટ કલમ ૬૫ ( એ ) ( ઇ ) , ૧૧૬ ( બી ) , ૮૧,૯૮ ( ૨ ) મુજબ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત * કાજુ કાસમભાઇ બાંગડીયા ઉ.વ .૨૨ ધંધો ડ્રાઇવિંગ રહે.ગોગાટી ફળીયા , ગામ બડા ઇટારા , છોટા ઇતરા તા.જોબટ જી.અલીરાજપુર , મધ્યપ્રદેશ • કૈલાસ આદમભાઇ બધેલ ( વાસકુલા ) ઉ.વ .૩૨ ધંધો ખેતમજુરી રહે.ઉજાડફળીયુ ગામ આંબી તા.કઠવાડા જી.અલીરાજપુર રાજય મધ્યપ્રદેશ

ગુન્હામાં પકડાયેલ મુદામલની વિગત : ( ૧ ) ભારતીય બનાવટની વિદેશી દારૂની ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેસ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. ની કંપની રીંગપેક પ્લાસ્ટીકની બોટલ નંગ -૫૦ કિ.રૂ .૨૬,૨૫૦ / ( ૨ ) મોબાઇલ ફોન નંગ -૦૨ કિ.રૂ .૪૦૦૦ / ( ૩ ) તુફાન વાહન આર.ટી.ઓ. રજી.નં. GJ – 14 – AP – 8838 ની કિ.રૂ .૨,૦૦,૦૦૦ /

આ કામગીરી પોલીસ અધિક્ષકશ્રી હિંમકર સિંહ સાહેબ અમરેલીનાઓની સુચનાથી નાયબ પોલીસ અધીક્ષકશ્રી જે.પી.ભંડારી સાહેબ અમરેલી વિભાગનાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન હેઠળ દામનગર પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ.શ્રી પી.એ.જાડેજા નાઓ નાઓના માર્ગદર્શન અને સુચનાથી દામનગર પો.સ્ટે.ના અના એ.એસ.આઇ પી.આર દેશાણી તથા પો.કોન્સ ચંદુભાઇ હરજીભાઇ ચૌહાણ તથા પો.કોન્સ મુકેશભાઇ વાલજીભાઇ ચૌહાણ તથા સર્વેલન્સ ટીમના પો.કોન્સ વિક્રમભાઇ પોપટભાઇ રાઠોડ નાઓએ કામગીરી કરેલ છે

Follow Me:

Related Posts