ઠાંસા ગામ નું નેત્રદિપક પર્યાવરણ ચો તરફ લીલાછમ વૃક્ષો ગ્રામજનો અને યુવાશક્તિ ટીમ દ્વારા ગ્રામ ઉત્થાન પ્રવૃત્તિ
લાઠી તાલુકા ના ઠાંસા ગામે એક વર્ષ પહેલાં સુરત સ્થિત યુવા શક્તિ સંગઠન નાં યુવાનો દ્વારા વતન નું પર્યાવરણ નું ઋણ અદા કરવા હેતુ થી ૭૦૦ જેટલા વૃક્ષ નું વાવેતર કરવામાં આવ્યું હતું તેનું નેત્રદિપક થતું હરિયાળું ગામ ઠાંસા માં પ્રવેશતાજ ચો તરફ લીલાછમ વૃક્ષો સુરત સ્થિત યુવા શક્તિ અને સ્થાનિક વૃક્ષ ઉછેર ની માવજત કરતા સ્વંયમ સેવી ગ્રામજનો ને આભારી છે ઠાંસા ગામે એવી રોનક દેખાય છે તે ગામના વૃક્ષ મિત્ર તરીકે ભીમજીભાઈ ધોળકિયા જે હર હંમેશ માટે વૃક્ષ નું સાર સંભાળ રાખે છે તેમજ એમને સાથ સહકાર માટે ગામ અગ્રણી મધુભાઈ નવાપરા તેમજ પંચાયત સદસ્ય પરેશભાઈ વાઘેલા,ગોપાલભાઈ કમેજળિયા અને ગામના નાગરિકો દ્વારા સારી સાર સંભાળ થી વૃક્ષો ને મોટા કરવામાં સહયોગી છે તમામ નાના માં નાની વ્યક્તિ ની સેવા ની મહત્તા દર્શાવતા વૃક્ષ નેત્રદિપક થાય છે આ ઉપરાંત ગામના નાગરિકો ને પંચાયત ઓફિસ માં કામકાજ માં સરળતા રહે તે માટે કોમ્યુટર અને પ્રિન્ટર જેવી સુવિધા અર્પણ કરી જેનાથી ગમન નાગરિકો ને આવક નાં દાખલા જડપી મળી રહે અને ખેડૂત ને રેવન્યુ ઉતારા જેવી સુવિધા તેમજ સમયાંતરે આયુષ્યમાન કાર્ડ ની પણ જોગવાઈ કરેલ છે, જેથી ગામના નાગરિક ને સહેલાઇ થી વિવિધ સુવિધા મળી રહે તે માટે વતન થી દુરસદુર રહેતા યુવા શક્તિ ના યુવાનો માદરે વતન માટે સતત ચિતા કરી ગ્રામ ઉત્થાન ની સરહની પ્રવૃત્તિ કરી રહ્યા છે
Recent Comments