અમરેલી

ઠાંસા સેવા સહકારી મંડળી ની ૬૧ મી વાર્ષિક સાધારણ સભા ૧૨ ટકા ડિવિડન્ટ સાથે ૧૬ લાખનો નફો જાહેર કરતી સહકારી સંસ્થા

દામનગર ના ઠાંસા સેવા સહકારી મંડળી ની  ૬૧ મી વાર્ષિક સાધારણ સભા મળી ઠાંસા રામજી મંદિર ખાતે ઠાંસા સેવા સહકારી મંડળી ની ૬૧ મી વાર્ષિક સાધારણ સભા  મંડળી ના પ્રમુખ મોહનભાઇ ઈસામલિયા ની અધ્યક્ષતા માં જેમાં મંત્રી ભુપતભાઇ માલવીયા એ વાર્ષિક હિસાબો વંચાણે લીધા જેમાં ૧૨ ટકા ડિવિડન્ટ જાહેર કરી વાર્ષિક ૧૬ થી વધુ નફો કર્યો હતો સહકારી ક્ષેત્રે ખૂબ જ સરાહનીય કામગીરી કરનાર સ્વ જીવરાજભાઈ બુધેલીયા અને દેવરાજભાઈ ઈસામલિયા ને શ્રધાંજલિ પાઠવી હતી ઠાંસા સેવા સહકારી મંડળી ની ૬૧ મી વાર્ષિક સાધારણ સભા માં અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક ના હિમાંશુભાઈ કાકડીયા ધવલભાઈ ચોવટિયા અમિતભાઇ નવાપરા સ્થાનિક અગ્રણી રામજીભાઈ ઈસામલિયા રાઘવભાઈ ઈસામલિયા નાગજીભાઈ માણીયા ઉકાભાઈ બુધેલીયા ધીરુભાઈ ઈસામલિયા સહિત ખૂબ મોટી સંખ્યા માં સભાસદો ની ઉપસ્થિત માં ૬૧ મી વાર્ષિક સાધારણ સભા મળી હતી 

Related Posts