દામનગર ના ઠાંસા સેવા સહકારી મંડળી લિમિટેડ ની ૬૩ મી વાર્ષિક સાધારણ સભા મળી રૂપિયા ૧૩, લાખનો નફો અને ૧૦ % ડિવિડન્ડ ની જાહેરાતઠાંસા સેવા સહકારી મંડળી લિ. ની ૬૩ મી વાર્ષિક સાધારણ સભા સભાસદોની વિશાળ સંખ્યાની હાજરીમાં મળી હતી મંડળીના અધ્યક્ષ મોહનભાઈ ઈસામલીયાની હાજરીમાં મંડળીના એજન્ડા મુજબ મંત્રી શ્રી ભુપતભાઈ માલવીયા એ કામગીરી હાથ ધરી મંડળીના દરેક ફંડો ની માહિતી આપી હતી મંડળીના પ્રમુખ મોહનભાઈ કુરજીભાઈ ઈસામલીયાએ સભાસદોને ૧૦% ડિવિડન્ડ ની જાહેરાત કરી હતી
આજની આ વાર્ષિક સાધારણ સભામાં સભામાં અ.જી.મ.સબેંકના મેનેજર ભરતભાઈ પાડા, અમિતભાઈ નવાપરા, તેમજ લાઠીયા ભાઈ હાજર રહ્યા હતા ભરતભાઈ પાડાએ ખેડૂતલક્ષી વિવિધ પ્રવૃત્તિ વિશે માહિતી આપી હતી અમિતભાઈ નવાપરાએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માઈક્રો એટી.એમ કિસાન ક્રેડિટ કાર્ડ ની વિસ્તૃત આપી હતી આજની આ સભામાં કમિટી સભ્યો પ્રવીણભાઈ ધનજીભાઈ ઈસામલીયા, મનુભાઈ શંભુભાઈ ઈસામલીયા નાગજીભાઈ લાલજીભાઈ માણીયા રાઘવભાઈ મૂળજીભાઈ ઈસામલીયા , દેવજીભાઈ હરજીભાઈ ઇસામલીયા, ઉકાભાઇ અરજણભાઈ બુધેલીયા, દુલાભાઈ કરસનભાઈ જીવાણી, રાજેશભાઈ રામજીભાઈ સામલીયા, હિતેન્દ્રભાઈ દેવરાજભાઈ ઈસામલીયા, શામજીભાઈ લાલજીભાઈ ઈસામલીયા કાર્યરત રહી મંડળી વધુમાં વધુ પ્રગતિ કરે તેવા હેતુથી સેવા આપી રહ્યા છે અંતમાં આભાર વિધિ મંડળીના ઉપપ્રમુખ રાઘવભાઈ મૂળજીભાઈ કરી હતી
Recent Comments