આગ્રાની બેગમ સાહિબા મસ્જિદના પગથિયાં નીચે કથિત રીતે દફનાવવામાં આવેલી ઠાકુર કેશવ દેવ મંદિરની મુખ્ય મૂર્તિને પરત લાવવાના મુદ્દા પર સુનાવણી કર્યા બાદ સોમવારે ઉત્તર પ્રદેશના મથુરાની એક અદાલતે આ મામલાની વધુ સુનાવણી ૬ મેના રોજ રાખી છે. જિલ્લા સરકારના એડવોકેટ સંજય ગૌરે જણાવ્યું હતું કે, સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ) નીરજ ગાઉન્ડે અરજદારના વકીલ અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગની દલીલો સાંભળ્યા બાદ કેસની આગામી સુનાવણી માટે ૬ મેની તારીખ નક્કી કરી છે. તેમણે કહ્યું કે જ્યાં અરજીકર્તાના વકીલ મહેન્દ્ર પ્રતાપે મદ્રાસ હાઈકોર્ટના આદેશને ટાંકીને દાવો કર્યો હતો કે, બેગમ સાહિબા મસ્જિદ આગ્રામાં હોઈ શકે છે, પરંતુ તે અહીંની કોર્ટના અધિકારક્ષેત્રમાં આવે છે. તે જ સમયે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના વકીલ ખડગ સિંહ છોંકરે કહ્યું કે, આગ્રાની મસ્જિદ મથુરાની કોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવતી નથી, તેથી આ અરજીને ફગાવી દેવી જાેઈએ. કેટલાક પુસ્તકો રજૂ કરતાં અરજદારે દાવો કર્યો હતો કે, ઔરંગઝેબે હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે આગ્રામાં બેગમ સાહિબા મસ્જિદના પગથિયાં નીચે ઠાકુર કેશવ દેવની મૂર્તિને દફનાવી હતી. ઠાકુર કેશવ દેવજી મહારાજ વિરાજમાન મંદિર કટરા કેશવેદવ, વકીલ મહેન્દ્ર પ્રતાપ સિંહ અને શ્યામાનંદ પંડિતે ૨૩ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ મથુરાની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ દાખલ કર્યો હતો.
ઠાકુર દેવની પ્રતિમા આગ્રાની મસ્જિદમાં દફનાવવામાં વાતને લઈ તેને મથુરા પરત લાવવા અંગેની અરજીની ૬ મેના રોજ થશે સુનાવણી

Recent Comments