ભાવનગર

ઠાડચ ગામે વિર ભગતસિંહ ગ્રાઉન્ડ આયોજિત પોલીસ કોન્સ્ટેબલની ડેમો કસોટી યોજાઈ

ઠાડચ ગામમાં આવનાર પોલીસ ભરતીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો, વિર ભગતસિંહ ગ્રાઉન્ડ દ્વારા ઠાડચ ગામમાં પોલીસ કોન્સ્ટેબલની આવનાર ભરતી અંતર્ગત ડેમો કસોટી યોજવામાં આવી, તા.૨૩/૧૦/૨૦૨૧ના રોજ બહેનોની અને તા.૨૪/૧૦/૨૦૨૧ના રોજ ભાઈઓની મેદાની પરીક્ષા યોજાઈ અને તા.૨૪/૧૦/૨૦૨૧ના રોજ સાંજે ૫:૦૦ કલાકે ઠાડચ પ્રાથમિક શાળા ખાતે લેખિત પરીક્ષા યોજવામાં આવી જેમાં કુલ-૫૦ કરતા વધારે ભાઈઓ-બહેનોએ ભાગ લીધો.ગામના કર્મચારી મિત્રો તથા પંકજ જોષી કરીયર ઈન્સ્ટીટ્યુટ-ભાવનગર દ્વારા સહકાર આપવામાં આવ્યો.

Related Posts