ઠાડચ પ્રાથમિક શાળામાં નિર્મળાબેન શાંતિલાલ શાહના પરિવારજનો શ્રીમતી રીટાબેન મિલનભાઈ શાહ તથા ચિ.જહાન્વી શાહ અને ચિ. મિલોની શાહ તરફથી શાળાને અત્યાનુધિક પ્રિન્ટર આપવામાં આવ્યું છે. તેમજઆ શાળામાં આજરોજ મુંબઈ સ્થિત ભદ્રાવળના વતની અને શાહ પરિવારના મોભી પરમાનંદભાઈ શાહ વિશેષ હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને પ્રતિભા સંપન્ન બાળકોને દફતર આપી નવાજ્યા હતા. એમની સાથે બટુકદાદાના દિકરા હેમંતભાઈ પણ સાથે રહ્યા હતા. અને જરૂરિયાતવાળા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં.
સાથે નિર્મળાબેન શાંતિલાલ શાહ પરિવાર દ્વારા નાની રાજસ્થળી કેવ શાળાને પ્રિન્ટર, શેત્રુંજી ડેમ માધ્યમિક શાળાને પંખા 12, માંડવડા-1 પ્રાથમિક શાળાને પંખા 10, માંડવડા-2 પ્રાથમિક શાળા નું વોલપેન પંખા 10, કેજીબીવી શેત્રુંજી ડેમને કલર પ્રિન્ટર, ઉત્તર બુનિયાદી વિદ્યાલય ઠાડચને એલજી ટીવી, મોટી પાણીયાળી કેવ શાળાને અને નાની પાણીયાળીને સાઉન્ડ સિસ્ટમ,નાની પાણીયાળી-2ને પંખા 2 અને ટેબલ-1,મોટી રાજસ્થલી કેવ શાળાને વિજ્ઞાનના સાધનો, થોરાળી શાળાને પંખા 6, પીપરડી-2 પ્રાથમિક શાળાને ટેબલ 3, જુનાપાદર પ્રાથમિક શાળાને પંખા 6, ઝવેરચંદ મેઘાણી પાલીતાણા પ્રાથમિક શાળાને ટેબલ 3, સોનપરી-1 પ્રાથમિક શાળાને રમતના સાધનો, ભીલવાસ પ્રાથમિક શાળાને સાઉન્ડ સિસ્ટમ, બેલડા પ્રાથમિક શાળાને ટેબલ 2, જૂની છાપરી પ્રાથમિક શાળાને અને મથાવડા પ્રાથમિક શાળાને નાના કબાટ 2, કુંઢેલી પ્રાથમિક શાળા ટેબલ 2, રામનગર પ્રાથમિક શાળાને પુસ્તકાલય કબાટ, અને કરમદિયા પ્રાથમિક શાળાને રમતના સાધનો આપી પ્રોત્સાહિત કર્યા હતા. સાથે 600 બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ હતી. આ પ્રેરક સદકાર્યની પ્રશંસા થઈ રહી છે.
Recent Comments