‘ઠુકરાકે મેરા પ્યાર..!’ બૉયફ્રેન્ડ સાથે બેવફાઈનો ખૌફનાક બદલો, પ્રેમિકાએ ધારદાર છરા વડે પ્રેમી યુવકનું ગુપ્તાંગ વાઢી નાંખ્યું
Crime News: પ્રેમ એક એવું બંધન છે, જેમાં પડ્યા પછી વ્યક્તિ બીજુ બધુ જ ભૂલી જતો હોય છે. એમાં પણ જો બેમાંથી કોઈ એક પાત્ર બેવફાઈ કરે, તો બીજા પાત્રની મનોસ્થિતિનો જરાપણ વિચાર નથી કરતુ. એવામાં જો પ્રેમી કે પ્રેમિકા બદલો લેવાનું મન મનાવી લે, તો ઘણી વખત તેનું ભયાનક પરિણામ આવે છે. આવો જ એક કિસ્સો બિહારમાંથી સામે આવ્યો છે. જેમાં એક પ્રેમિકાએ બેવફાઈનો બદલો લેવા માટે પોતાના ભાઈઓ સાથે મળીને પ્રેમીનું ગુપ્તાંગ વાઢી નાંખ્યું છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બિહારના ભોજપુર જિલ્લાના પ્રતાપસાંગ ગામમાં રહેતો ભરત ગોડ અને એક યુવતી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. બન્ને વચ્ચે શારીરિક સબંધો પણ બંધાયા હતા. જો કે અચાનક ભરતે યુવતી સાથે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો.પ્રેમીએ લગ્નનો ઈનકાર કરતાં ગુસ્સે ભરાયેલી પ્રેમિકાએ મળવા બોલાવતા ભરત તેના ઘરે ગયો હતો. આ સમયે પ્રેમિકાના ભાઈઓએ ભરતને પકડી લીધો હતો. જે બાદ પ્રેમિકાએ ધારદાર છરા વડે પ્રેમીના પ્રાઈવેટ પાર્ટને કાપી નાંખીને રોડ પર ફેંકી દીધુ હતુ.પ્રેમિકાના હુમલા બાદ યુવક રોડ પર કણસતો પડી રહ્યો હતો. જેથી આસપાસના લોકોએ તેને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. હાલ તો પોલીસે યુવકનું નિવેદન નોંધીને આરોપી પ્રેમિકા અને તેના ભાઈઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments