fbpx
રાષ્ટ્રીય

ડબ્લ્યુએચઓ બાદ હવે બ્રિટને પણ કોવેક્સિનના માન્યતા આપી

ડબ્લ્યુએચઓ સહિત વિશ્વના ઘણા દેશો દ્વારા કોવેક્સિનને માન્યતા મળ્યા બાદ વિદેશ પ્રવાસ કરનારા લોકોની સંખ્યામાં વધારો થવાનો અંદાજ છે. દરમિયાન, કોવેક્સિનને વિશ્વના વધુને વધુ દેશો દ્વારા માન્યતા મળે તે માટે રાજદ્વારી સ્તરે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉૐર્ંએ મંજૂર કરેલી ૮ કોરોના રસીમાં મોડર્ના, ફાઈઝર-બાયોએનટેક, જાેન્સન એન્ડ જાેન્સન, ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનિકા, કોવિશિલ્ડ, સિનોફાર્મ, સિનોવાક અને કોવેક્સિનનો સમાવેશ થાય છે.ભારતની સ્વદેશી રીતે વિકસિત એન્ટી-કોવિડ રસી ર્ઝ્રદૃટ્ઠટૈહ ને વિશ્વ આરોગ્ય સંસ્થા (ઉૐર્ં) દ્વારા મંજૂરી મળ્યા બાદ વિશ્વના ઘણા દેશોએ તેના ઉપયોગને માન્યતા આપી છે. જેનું પરિણામ એ આવશે કે ર્ઝ્રદૃટ્ઠટૈહ ના બંને ડોઝ લીધા છે હવે તે લોકોને કેટલાક દેશોમાં વિદેશ પ્રવાસની મંજૂરી આપવામાં આવી છે. ર્ઝ્રદૃટ્ઠટૈહ હવે વિશ્વની આઠ એન્ટિ-કોવિડ રસીઓ પૈકી એક છે, જેને ઉૐર્ં દ્વારા માન્યતા આપવામાં આવી છે. ઉૐર્ં તરફથી ઇમરજન્સી ઉપયોગ માટે ર્ઝ્રદૃટ્ઠટૈહની મંજૂરી મળ્યા બાદ હવે બ્રિટને પણ તેને માન્યતા આપી છે અને તેને ધ્યાનમાં રાખીને નવી ટ્રાવેલ એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે ૨૨ નવેમ્બરના રોજ સવારે ૪ વાગ્યાથી કોવેક્સિન લેનાર લોકોને પણ બ્રિટનની સરહદમાં વેક્સિનેટેડ માનવામાં આવશે. પ્રવાસીઓએ ઉૐર્ં એ ઇમરજન્સી યુઝ લિસ્ટ (ઉૐર્ં) પર સૂચિબદ્ધ કરેલી કોઈપણ વેક્સિનના પુરા ડોઝ લેનારને ફૂલી વેક્સિનેટેડ ગણવામાં આવશે. બ્રિટને હવે ચીનના સિનોવાક, સિનોફાર્મ તેમજ કોવેક્સિનને તેની માન્ય રસીઓની યાદીમાં સામેલ કરવાનું કહ્યું છે. ઉૐર્ંએ લાંબા વિચાર-વિમર્શ અને પ્રક્રિયાઓ પછી ગયા અઠવાડિયે ર્ઝ્રદૃટ્ઠટૈહને મંજૂરી આપી હતી. ત્યારબાદ વિશ્વના અન્ય ઘણા દેશોએ પણ તેને માન્યતા આપી છે. અત્યાર સુધીમાં બ્રિટન સહિત વિશ્વના ૧૭ દેશોએ ભારતની સંપૂર્ણ સ્વદેશી કોરોના રસી કોવેક્સિનને માન્યતા આપી છે. ઓસ્ટ્રેલિયા, મોરેશિયસ, ઓમાન, ફિલિપાઈન્સ, નેપાળ, મેક્સિકો, ઈરાન, શ્રીલંકા, ગ્રીસ, એસ્ટોનિયા અને ઝિમ્બાબ્વે તેને પહેલાથી જ માન્યતા આપી ચૂક્યા છે. યુએસએ એવા લોકોને પણ ૮ નવેમ્બરથી તેમના દેશમાં મુસાફરી કરવાની મંજૂરી આપી છે જેમણે કોવેક્સિનનો સંપૂર્ણ ડોઝ લીધો છે. ઉૐર્ંએ અગાઉ ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ઉત્પાદિત કોવિશિલ્ડ રસીને માન્યતા આપી હતી. આ વેક્સિન ભારતમાં બ્રિટનના ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાના સહયોગથી બનાવવામાં આવી હતી, જ્યારે ભારત બાયોટેક દ્વારા ઉત્પાદિત કોવેક્સિનને દેશની સંપૂર્ણ સ્વદેશી એન્ટિ-કોવિડ રસી તરીકે ઓળખવામાં આવે છે.

Follow Me:

Related Posts