ડમી કાંડમાં જીૈં્એ વધુ બે આરોપીઓને ઝડપી પાડ્યા, હજુ કેટલા આરોપીઓ છે ફરાર..જાણો

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ડમી કાંડને લઇને એક પછી એક અપડે સામે આવી રહ્યાં છે, હવે આ કડીમાં વધુ બે આરોપીઓને ડમી કાંડ મામલે એસઆઇટીની ટીમે ઝડપી પાડ્યા છે. ભાવનગરમાં સામે આવેલા મોટા ડમી કાંડમાં જીૈં્ની ટીમને મોટી સફળતા મળી છે, જીૈં્ની ટીમે તળાજામાંથી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. માહિતી પ્રમાણે, ભાવનગરમાં ઉજાગર થયેલા મોટા ડમી કાંડ મામલામાં જીૈં્ની ટીમે કૌશીકભાઇ મહાશંકરભાઇ જાની અને રાજુભાઇ ઉર્ફે રાજ ગીગાભાઇ ભાલીયા બન્નેને ઝડપી પાડ્યા છે, આ બન્ને તળાજાના રહેવાસી છે. ડમી કાંડમાં પકડાયેલ બન્ને આરોપી ૩૬ વિરુદ્ધ નોંધાયેલી હ્લૈંઇ પૈકીના છે. જીૈં્ ટીમ ડમી કાંડમાં અત્યાર સુધીમાં ૧૭ આરોપીઓની ધરપકડ ચૂકી છે, જ્યારે હજુ ૧૯ આરોપીઓ ફરાર છે.
Recent Comments