ગુજરાત

ડમ્પિંગ સાઈડ પાસે ઘર બનાવવાની મંજુરી કેવી રીતે અપાઈઃ હાઈકોર્ટ

હાઈકોર્ટે આણંદ પાલિકાને નિર્દેશ આપ્યો છે કે, કચરાના નિકાલ માટેની વૈકલ્પિક જગ્યાના આયોજન અંગે તથા આ વિસ્તારમાં કેટલા લોકો રહે છે તે જણાવો. હાઈકોર્ટે એ પણ આદેશ કર્યો છે કે, જીપીસીબીેની એક ટીમ આ સ્થળની મુલાકાત લે અને તેનો રિપોર્ટ રજૂ કરે. હાઈકોર્ટે પાલિકાને સવાલ કર્યો છે કે, ૩૦ વર્ષથી આ ડમ્પિંગ સાઈટ હોય તો, પછી આ વિસ્તારમાં રહેણાંક મકાનો બનાવવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી ?

આણંદના મોટી ખોડિયાર મંદિર પાસેના વિસ્તાર પાસે ૩૦ વર્ષ જૂની ડમ્પિંગ સાઈટ છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રહેણાકના મકાનો બન્યા છે. આ ડમ્પિંગ સાઈટના લીધે પડતી મુશ્કેલી મુદ્દે થયેલી જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી)ને પક્ષકાર બનાવીને નોટિસ પાઠવી છે.

Follow Me:

Related Posts