fbpx
રાષ્ટ્રીય

ડર્મસ્ટેડમાં બેબી અરીહાની સુરક્ષિત મુક્તિ માટે મૌન વિરોધ દર્શાવ્યોવિરોધ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા

જર્મન પાલક ગૃહમાં રહેતી ભારતીય બાળકી અરિહા શાહની માતા ધારા શાહે શુક્રવારે (૧૧ ઓગસ્ટ) દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શન કર્યું હતું. ધારા શાહ માંગ કરે છે કે જર્મન સત્તાવાળાઓ અરિહાને ભારતીય સમુદાય સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવાની મંજૂરી આપે. અરિહાના પરિવારનું કહેવું છે કે તેઓ જર્મન એમ્બેસીમાં જશે અને જર્મન એમ્બેસેડરને વિનંતી કરશે કે ભારતનો સ્વતંત્રતા દિવસ નજીક છે, તેથી અરિહાને તેના દેશનો સ્વતંત્રતા દિવસ ઉજવવાની મંજૂરી આપવી જાેઈએ. તે તેમનો સાંસ્કૃતિક અધિકાર છે અને તેનું રક્ષણ કરવું જરૂરી છે. અત્યારે મળતી માહિતી મુજબ જર્મનીના ડર્મસ્ટેડમાં બેબી અરીહાની સુરક્ષિત મુક્તિ માટે રેલી કાઢવામાં આવી હતી. અરીહાની મુક્તિ માટે દ્ગઇૈં સમુદાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે. તેમજ મૌન વિરોધ દર્શાવ્યો હતો. મોટી સંખ્યામાં આ દ્ગઇૈં સમુદાયે અરીહાની સુરક્ષિત મુક્તિ માટે રેલી કાઢી હતી. ભારતના તિરંગા સાથે દ્ગઇૈં સમુદાયે અપીલ કરી હતી.

Follow Me:

Related Posts