ગુજરાત

ડાંગના તમામ ગામોમા તિરંગાનું વિના મુલ્યે વિતરણ

‘હર ઘર તિરંગા’ અભિયાનને અનુલક્ષીને ડાંગ જિલ્લામાં પણ ગામે ગામ તિરંગા પહોંચાડાવમાં આવી રહ્યાં છે. જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ડાંગમા કાર્યરત પ્રયોશા પ્રતિસ્ઠાન દ્વારા તિરંગા રથયાત્રાના સથવારે જિલ્લાની તમામે તમામ ગ્રામ પંચાયતો સુધી વિના મુલ્યે તિરંગા પહોંચાડવામાં આવી રહ્યાં છે. જ્યાંથી પંચાયતમા સમાવિષ્ઠ તમામ ગામો, ફળિયાઓ, અને ઘર પરિવાર સુધી આ તિરંગા પૂર્ણ માન સન્માન સાથે પહોંચાડવામાં આવશે. નિયત રૂટ ઉપર આગળ વધી રહેલી આ તિરંગા યાત્રા ડાંગ જિલ્લાના વેપારી મથક વઘઈ ખાતે પહોંચતા અહી ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય વિજયભાઈ પટેલ સહિતના જન પ્રતિનિધીઓએ રાષ્ટ્ર ગૌરવના આ કાર્ય બદલ સંસ્થાની કામગીરીની સરાહના કરી હતી.

આ વેળા તિરંગા યાત્રાના સ્વાગત સહીત ભારત માતાની પૂજા અર્ચના સાથે નગરજનોને તિરંગાનુ વિતરણ કરાયુ હતુ. ત્યારે ભારત માતા કી જય, અને વંદે માતરમના નારા સાથે વઘઈ નગરમા દેશભક્તિનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. આ યાત્રા બોરખલ મુકામે પહોંચતા અહી ગામના સરપંચ સહિતના અગ્રણીઓએ તેનુ ભાવભીનુ સ્વાગત કરી, ભારત માતાનુ પૂજન અર્ચન કરી તિરંગા ધ્વજ સ્વીકાર્યા હતા. દરમિયાન સંસ્થાના સ્વયંસેવકો દ્વારા હર ઘર તિરંગા અભિયાનની જાણકારી આપવાની સાથે રાષ્ટ્રધ્વજની આચાર સંહિતાની સમજુતી પણ આપવામા આવી હતી.

ગામે ગામ અનોખી લોકચેતના જગાવતી આ તિરંગા યાત્રા જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે પહોંચી હતી. અહીં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લાના વડા એવા કલેકટર ભાવિન પંડયા તથા જિલ્લા વિકાસ અધિકારી ડો.વિપિન ગર્ગ અને નિવાસી અધિક કલેકટર પી.એ.ગાવિત સહિતના અધિકારીઓએ રાષ્ટ્રધ્વજ સ્વીકાર્યા હતા. આમ, ડાંગ જિલ્લામા તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનને અનુલક્ષીને પ્રજાજનોમા અનોખા ઉત્સાહ અને જાેશનો માહોલ જાેવા મળી રહ્યો છે.

Follow Me:

Related Posts