ગુજરાત

ડાંગના સ્થળાંતરિત શ્રમિક મતદારોએ ફરજિયાત મતદાનનો સંકલ્પ લીધો

૧૭૩-ડાંગ (એસ.ટી.) વિધાનસભા મતવિસ્તારના સ્થળાંતરિત મતદારોએ, તેમના કામકાજના સ્થળે ફરજિયાત મતદાનનો સંકલ્પ લીધો છે. સ્થળાંતરિત મતદારો માટેના નોડલ ઓફિસર-વ-જિલ્લા ખેતીવાડી અધિકારી હર્ષદ પટેલ તરફથી મળેલી વિગતો અનુસાર, સરહદી ડાંગ જિલ્લામાંથી દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓ, ઔદ્યોગિક વસાહતો તથા મહારાષ્ટ્રની દ્રાક્ષ અને ડુંગળીની વાડીઓમાં પ્રતિવર્ષ અંદાજીત ૨૪ હજાર ૫૯૫ જેટલા શ્રમિકો સિઝનલ સ્થળાંતર કરતાં હોય છે.

આવા શ્રમિક મતદારોને ચૂંટણી પંચ તરફથી તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે ડાંગના આ સ્થળાંતરિત શ્રમિક મતદારો પણ, મતદાનના દિવસે તેમના વતનના મતદાન મથકે આવીને મતદાન કરી શકે, તે માટે જિલ્લા ચૂંટણી તંત્રે તેમને મતદાન માટે જાગૃત કર્યા છે. આ શ્રમિક મતદારોએ તેમના કામકાજના સ્થળે ફરજિયાત મતદાનનો સંકલ્પ લઈ, અન્યોને પ્રેરણા પુરી પાડી છે.

Related Posts