fbpx
ગુજરાત

ડાંગમાં કાચા મકાનોમાં ક્લિનિક, કટાયેલા પલંગમાં સારવાર

રાજ્યમાં કોરોનાએ સરકારની ઊંઘ ઉડાવી દીધી છે, આરોગ્ય વિભાગ પણ આ સંક્રમણની ચેન તોડવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે લોકો આ કાર્યમાં સહાકર આપે તે જરૂરી છે, જાેકે ડાંગ જિલ્લામાં લોકો વહીવટી તંત્રને સહકાર ન આપી મુસીબતને આમંત્રણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અહીંયા લોકો સરકારના રસીકરણ અભિયાનથી દુર રહે છે અને તબિયત બગડતા સરકારી દવાખાનામાં ન જઈ ખાનગી બોગસ ડોકટરોને ત્યાં પહોંચી જાય છે.

રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં કોરોનાની પ્રથમ લહેરમાં સંક્રમણ ખૂબ ઓછું રહ્યું જેને જાેતા અત્યાર સુધી વહીવટી તંત્રને રાહત હતી જાેકે કોરોનાની બીજી લહેરમાં ડાંગ જિલ્લામાં પણ રોજેરોજ કોવિડ૧૯ ના કેસમાં વધારો જાેવા મળતાં વહીવટી તંત્ર ચિંતામાં મુકાયું છે. વહીવટી તંત્રની આ ચિંતાનું કારણ જિલ્લામાં ખાનગી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો છે, ડાંગના ૩૧૧ ગામોમાં આશરે ૮૦ થી વધુ બોગસ ડીગ્રી ધરાવતા ડોક્ટરો ખાનગી પ્રેક્ટિસ કરે છે. બંગાળ, યુપી અને મહારાષ્ટ્ર માંથી આવતા આવા ડોક્ટરો ભાડાના કાચા મકાનમાં હોસ્પિટલ બનાવી લોકોની સારવાર કરતા જાેવા મળે છે. અજ્ઞાનતા ને કારણે ડાંગની પ્રજા પણ સરકારે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ આરોગ્ય કેન્દ્રમાં મફતમાં સારવાર ન કરાવતાં આવા ઝોલા છાપ ડોકરોને ત્યાં સારવાર લઈ રહ્યા છે. આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા સરકારી ડોકરોના કહેવા મુજબ સરકાર દ્વારા આર.ટી.પી.સી.આર ટેસ્ટિંગ માટે ચાલતા અભિયાન મુજબ આરોગ્ય કેન્દ્રમાં આવતા લોકોના રિપોર્ટ કરવાના હોય છે જેનો આ સ્થાનિક લોકો વિરોધ કરે છે. જેઓ પોઝિટિવ રિપોર્ટ આવવાના ડર ને કારણે આરોગ્ય કેન્દ્રમાં આવત નથી અને આ પરિસ્થિતિ નો લાભ ખાનગી પ્રેક્ટિસ કરતા ડોકટરો ઉઠાવી રહ્યા છે.

આવા ડોકટરો પોતાની પાસે કોઈ સુવિધા ન હોય તેમ છતાં સામાન્ય બીમારી ધરાવતા દર્દીઓ પાસે પૈસા પડાવવા આડેધડ ઇન્જેકશન આપે છે અને બાટલા ચઢાવી પોતાનો સ્વાર્થ પૂરો કરે છે. પતરાના શેડ માં લાઇનબંધ સુતેલા દર્દીઓ, તૂટેલા ગંદા ખાટલા ઉપર કે ગરમીમાં ખુલ્લા આકાશમાં ઝાડ નીચે બાટલા ચઢાવેલા દર્દીઓ ડાંગ જિલ્લાના મોટા ભાગના ગામોમાં જાેવા મળી રહ્યા છે. સ્થાનિક યુવક યુવતીઓને નર્સ તરીકે કામ આપી ને લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતા આવા અસંખ્ય ડોકટરોને કારણે ડાંગ માં રસીકરણ અભિયાન અટકી પડ્યું છે. અને લોકોના આર.ટી.પી.સી.આર. રિપોર્ટ પણ લઈ શકાતા નથી. કોટનના બ્લ્યુ કલરના ગાઉન ને પી.પી.ઈ. કીટ બનાવી આવા ડોકટરો પોતાની જાતને તો છેતરી રહ્યા છે સાથે ગરીબ આદિવાસી લોકોના જીવને પણ જાેખમમાં મૂકી રહ્યા છે.
ડાંગ જિલ્લા કલકેટર અને ધારાસભ્યને આ બાબતની ફરિયાદ મળતાં તાત્કાલિક મિટિંગ બોલાવીને આવા ડોકટરો ને શોધીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જે અનુસાર જિલ્લા આરોગ્ય અધિકારીએ પગલાં લેવાના શરૂ કરી દીધા છે.
કોરોનાને હરાવવા એક તરફ શહેરોમાં લોકો આર.ટી.પી.સી.આર રિપોર્ટ કરાવવા લાઈનો લગાવી રહ્યા છે. અને જ્યાં આવા રિપોર્ટ થતા નથી ત્યાં લોકો ફરિયાદ કરી રહ્યા છે ત્યારે ડાંગ જિલ્લામાં લોકો ટેસ્ટ થી બચવા મફતમાં મળતી સારવાર છોડી બોગસ ડોકટરો પાસે સારવાર લેવા જાય છે જે ખરેખર સમાજની કમનસીબી છે.

Follow Me:

Related Posts