ડાંગ જિલ્લો કોરોનામુક્ત થવાની કગારેઃ ફક્ત ૩૪ એક્ટિવ કેસ

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યા પછી હવે ધીમે ધીમે સંક્રમણ ઘટી રહ્યું છે તેમજ રિકવરી રેટ પણ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ત્યારે ડાંગ જિલ્લાથી થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. તેમજ છેલ્લા બે દિવસમાં ૧૪ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
હવે ડાંગ જિલ્લો ગમે ત્યારે કોરોનામુક્ત બને તેવી આશા જાગી છે. અત્યારે ડાંગ જિલ્લામાં કોરોનાના માત્ર ૩૪ એક્ટિવ કેસો છે. ત્યારે રિકવરી રેટ જાેતા ગમે ત્યારે જિલ્લો કોરોનામુક્ત બની શકે છે. કારણ કે, નવા કેસોનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયું છે. ગુજરાતમાં અત્યારે ડાંગ અને છોટાઉદેપુર બે જ જિલ્લા એવા છે, જ્યાં ૧૦૦થી ઓછા એક્ટિવ કેસો છે. છોટાઉદેપુરમાં ૯૭ એક્ટિવ કેસો છે.
Recent Comments