ગુજરાત

ડાંગ વન વિભાગે રૂ. ૬૦૪૦૯૦ના મુદ્દામાલ સાથે ૨ તસ્કરોને ઝડપી પડ્યા

દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના ચીચીનાગાવઠા રેન્જ વિસ્તારમાં દિવાળી તહેવાર નિમિતે ઇમારતી લાકડાની તસ્કરી કરતા તત્વો સક્રિય થતા હોઈ દક્ષિણ ડાંગના ડીએફઓને મળેલ પૂર્વ બાતમીના આધારે ચીચીનાગાવઠા રેન્જના સ્ટાફે સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવતા બે તસ્કરોને મુદ્દામાલ સાથે પકડી પાડવા સફળતા મળી છે. દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના ઘટાદાર જંગલો ધરાવતા ચિચીનાગાવઠા રેન્જ વિસ્તારમાં લાકડાં ચોર વિરપ્પનો દિવાળી તહેવાર અને વેકેશનમાં અધિકારીઓ વ્યસ્ત રહેતા હોઈ તેનો ગેરલાભ લઈ લાકડાચોરો ઇમારતી લાકડાની તસ્કરી માટે અવનવી તરકીબ અજમાવતા હોય છે.

દક્ષિણ ડાંગ વન વિભાગના ડીએફઓને મળેલ ગુપ્ત બાતમી બાદ તેમની સૂચના અને માર્ગ હેઠળ ચીચીનાગાવઠા રેન્જના આર.એફ.ઓ.સહિત સ્ટાફ દ્વારા રાત્રી પેટ્રોલિંગ ચુસ્ત કરતા ૪ઃ૩૦ ના અરસામાં વઘઇ આહવા માર્ગ ઉપર ચિચીનાગાવઠા, ડુંગરી ફળિયાના ખાપરી નદી તરફ જતા માર્ગ પર બોલેરો પિકઅપને ઉભી રખાવી તપાસ કરતા તેમાં ગેરકાયદેસર રીતે સાગી લાકડાની તસ્કરી ઝડરાઈ હતી. વન વિભાગની ટીમે ૬૦૪૦૯૦ના મુદ્દામાલ સાથે પંકજ મોતિરામ પવાર, રહે ભવાડી ડાંગ અને રવિન્દ્ર રામસિંગ પવાર રહે ઢૂંઢુંનિયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts