fbpx
ગુજરાત

ડાંગ સાપુતારા શબરી ધામ અને અંબાજીની કાયાપલટનો પ્લાન તૈયાર.

ડાંગ સાપુતારા દંડીકારણ્ય ડાંગ તપોમૂર્તિ માતા શબરી ના શબરી ધામ અને અંબાજીની કાયાપલટનો પ્લાન તૈયાર.સાપુતારાની નજીક આવેલ રામ-શબરી મિલન સ્થળનું ૧૦ કરોડના ખર્ચે કાયાપલટ કરાશે. આ હેઠળ શ્રદ્ધાળુઓની સુવિધા માટે ભોજન શાળા, સ્પેશિયલ રૂમ, વેટિંગ એરિયા સાથેના ભવ્ય યાત્રી નિવાસનું નિર્માણ કરાયું છે. હવે બીજા તબક્કામાં સભા મંડપ, પાર્કિંગ, સોલાર સિસ્ટમ સહિત ૧૬ જેટલી સુવિધાઓનો વિકાસ થશે. અહીં જ ભગવાન શ્રી રામે માતા શબરીના એંઠા બોર આરોગ્યા હતા તથા ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના કાયાપલટ માટેનો ૧૨૦૦ કરોડ રુપિયાનો માસ્ટર પ્લાન તૈયાર છે.પ્રધાન મોદી સામે તેનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું છે.ત્રણ તબક્કામાં સંપૂર્ણ શહેરની કાયાપલટ કરવામાં આવશે. જેનું ખાસ આકર્ષણ શક્તિપથ છે, જેના વડે ચાચર ચોકમાંથી ૨.૫ કિમી રસ્તે ચાલીને સીધા ગબ્બર સુધી પહોંચી શકાશે. ૨૦૨૭ સુધીમાં આ પ્રોજેક્ટ પુરો થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts