‘ડાકોરના ગોટા’ આ રીતે બનાવો ઘરે, ક્રિસ્પી અને ટેસ્ટી બનશે
લોકો જ્યારે ડાકોરના ઠાકોરના દર્શન કરવા જાય ત્યારે અચુક ડાકોરના ગોટા ખાતા હોય છે. ડાકોરના ગોટા અને દહીં ખાવાની મજા જ કંઇક અલગ આવે છે. આમ, જો તમને પણ આ ગોટા બહુ ભાવે છે તો આ રીતે બનાવો ઘરે. ટેસ્ટમાં એકદમ ડાકોર જેવા જ બનશે.
સામગ્રી
1 કપ ચણાનો લોટ
½ કપ સોજી
આદુ મરચાની પેસ્ટ
જીરું
હળદર
લાલ મરચું
ગરમ મસાલો
વરિયાળી
સૂકા ધાણાં
તલ
કાળામરી
બેકિંગ સોડા
ખાંડ
લીંબુ
તેલ
મીઠું
તેલ
બનાવવાની રીત
- ડાકોરના ગોટા બનાવવા માટે સૌ પ્રથમ ઉપર જણાવ્યા મુજબ દરેક સામગ્રીને એક મોટા વાસણમાં લઇ લો.
- હવે એમાં અડધો કપ પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું બનાવી લો.
- આ ખીરાને 20 મિનિટ માટે ઢાંકીને મુકી દો.
- એક કડાઇમાં તેલ ગરમ કરવા માટે મુકો.
- 20 મિનિટ પછી ખીરું ખોલો અને પછી બરાબર એક સાઇડ આ ખીરાને હલાવો. ધ્યાન રહે કે ખીરું એક જ સાઇડ હલાવવાનું છે.
- ગરમ તેલમાં ધીરે-ધીરે ચમચીથી અથવા હાથથી ખીરાને મુકો.
- ગોટા તળતી વખતે ગેસ ધીમો રાખવાનો છે. જો તમે ગેસ ફાસ્ટ રાખશો તો બહારથી તળાઇ જશે અને અંદરથી કાચા રહેશે.
- આમ, ગોટા આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો અને પછી ઝારાની મદદથી તેલમાંથી બહાર કાઢી લો.
- આ તળેલા ગોટાને ટિશ્યુ પેપર પર મુકી દો, જેથી કરીને બધુ તેલ ચુસાઇ જાય અને ગોટા બહુ તેલવાળા લાગે નહિં.
- તો તૈયાર છે ડાકોરના ગોટા.
- આ ગોટાને તમે આંબલીની ચટણી અથવા તો દહીં સાથે ખાઓ છો તો બહુ જ મજા આવે છે. આ ગોટા સ્વાદમાં એકદમ ડાકોર જેવા જ બનશે.
Recent Comments