ડાકોરના ઠાકોર મંદિરમાં VIP દર્શનનો ર્નિણય ટેમ્પલ કમિટી પરત ખેંચી શકે છે
ડાકોરમાં ટેમ્પલ કમિટી ફૈંઁ દર્શન બીબતે મહત્વપૂર્ણ ર્નિણય લઈ શકે છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર ડાકોરના ઠાકોર મંદિરમાં ફૈંઁ દર્શનનો ર્નિણય ટેમ્પલ કમિટી પરત ખેંચી શકે છે. પૂનમના બીજા દિવસે આ ર્નિણય પરત લેવાની ટેમ્પલ કમિટી જાહેરાત કરી શકે છે. આજે નડિયાદમાં આ અંગે બેઠક મળી હતી. ડાકોરમાં ફૈંઁ દર્શનનો ર્નિણય જાહેરાતના બીજા જ દિવસથી વિવાદનુ કારણ બન્યો હતો. હિંદુ સંગઠનોએ આ ર્નિણય સામે આકરો રોષ વ્યક્ત કર્યો હતો અને ભક્તોમાં ભેદ ન કરવા માગ કરી હતી અને ર્નિણય પરત ન લેવાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
આ તરફ કરણી સેના પણ મેદાનમાં આવી અને રૂપિયા લઈને ફૈંઁ દર્શન બંધ કરવાની માગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ સમિતિએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમા ફૈંઁ દર્શન બંધ કરવા સહિત અધિકારીને વિવિધ સાત માગની રજૂઆત કરાઈ હતી. આ વિરોધ સમિતિની સાત માગ પર નજર કરીએ તો રૂપિયા લઈને ડાકોરમાં ફૈંઁ દર્શન બંધ થવા જાેઈએ. સ્ત્રીઓની લાઈનમાં ફક્ત સ્ત્રીઓ હોવી જાેઈએ, બોડાણાજીનું પુરાતન મંદિરનો વિકાસ અને બોડાણાજીના વંશજમાંથી એક વ્યક્તિને ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવે. સાથે ડાકોર મંદિરમાં સારુ અન્નક્ષેત્રનું નિર્માણ થાય. ગોમતી ઘાટની સાફ સફાઈ કરી સ્વચ્છ રાખવામાં આવે. ડાકોર બસ સ્ટેન્ડથી મંદિર સુધીના માર્ગનું નામ બોડાણા રાખવામાં આવે તેવી માગ છે.
આપને જણાવી દઈએ કે ડાકોર ટેમ્પલ કમિટીએ ભક્તોે જાે ડાકોરના ઠાકોરના નજીકથી દર્શન કરવા હશે તો ૫૦૦ રૂપિયા ચાર્જ વસુલવાનો ર્નિણય જાહેર કર્યો હતો. જેમા પુરુષો માટે ૫૦૦ રૂપિયા અને સ્ત્રીઓ માટે ૨૫૦ રૂપિયા ચાર્જ રખાયો હતો. જ્યારે ૧થી ૧૨ વર્ષ સુધીના બાળકો માટે કોઈ ચાર્જ રખાયો ન હતો.તો બાકીના ભક્તો માત્ર દૂરથી ઠાકોરજીના દર્શન કરી શકશે. આ ર્નિણયનો ગુજરાતભરમાંથી વિરોધનો સૂર ઉઠ્યો હતો. આ તરફ ડાકોર મંદિરના મેનેજરે એવુ કહીને બચાવ કર્યો કે વીઆઇપી દર્શનનો કોઇ ચાર્જ નથી. પણ ભેટ છે. અને આ ભેટની રકમનો ઉપયોગ ભક્તોની સુવિધા માટે જ કરવામાં આવશે.
Recent Comments