ગુજરાત

ડાકોરમાં પોલીસ કર્મીની યુવાન પુત્રીનો આપઘાત

યુવતીએ પ્રેમ સંબંધ ન રાખતા વિધર્મી યુવાન પરેશાન કરતો હતો

ડાકોરમાં પોલીસ કર્મીની યુવાન પુત્રીનો આપઘાત કર્યો છે . જેના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ખેડામાં વિધર્મી યુવાનની પ્રેમજાળમાં ફસાયેલી પોલીસકર્મીની પુત્રીએ આપઘાત કર્યો છે. જેમાં ડાકોરમાં પોલીસલાઈનના મકાનમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. માતા-પિતા ઘરે હાજર ન હતા તે સમયે આપઘાત કર્યો હતો. માતા-પિતા ઘરે આવીને તપાસ કરતા સમગ્ર બાબત આવી સામે છે.આ ઉપરાંત યુવતીના ફોનમાંથી કોલરેકોર્ડિંગ મળી આવતા હકીકત બહાર આવી છે. તેમજ રેકોર્ડિંગના આધારે આરોપી અબદુલ્લા યુવતીને માનસિક ત્રાસ આપતો હોવાનું બહાર આવ્યું છે. જેમાં યુવતીએ પ્રેમ સંબંધ ન રાખતા વિધર્મી યુવાન પરેશાન કરતો હતો.

Related Posts