ગુજરાત

ડાકોર પાસે એસટી બસને અકસ્માત, ૧૦થી વધુ લોકો ઘાયલ

ખેડા જીલ્લાના ડાકોર પાસે આજે (બુધવારે) વહેલી સવારે એસટી બસને અકસ્માત સર્જાયો હતો.જેમાં ડ્રાયવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ ઝાડ સાથે અથડાઈ હતી.બસમાં સવાર ૧૦ જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી.ડ્રાયવરનો આબાદ બચાવ થયો હતો કોઈ જાનહાનિ થવા પામી નથી.

અકસ્માત સર્જાતા બસમાં સવાર ૫૦ જેટલા મુસાફરોના જીવ તાળું ચોંટ્યા હતા.૧૦ જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.જેમને સારવાર માટે તાત્કાલિક ડાકોર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.અકસ્માતમાં કોઇ જાનહાનિ થવા પામી નથી.ડ્રાયવરનો આબાદ બચાવ થયો હતો.

બસમાં સવાર મુસાફરો દ્વારા ડ્રાયવર બેફામ રીતે બસ ચલાવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.જાે કે ડ્રાયવરે આક્ષેપ નકારી ગાય આવી જવાથી અકસ્માત સર્જાયો હોવાનું જણાવી પોતાનો લૂલો બચાવ કર્યો હતો.

Related Posts