ગુજરાત

ડાકોર મંદિરમાં પૂજા મામલે વિવાદ

ડાકોરમાં રણછોડરાયની પૂજા કરવા દેવા માટે વંશ પરંપરાગત વારાદારી મહિલા બહેનો દ્વારા માંગ કરાઈ છે. ઇન્દિરાબેન અને ભગવતીબેન નામની બન્ને બહેનોએ આવતીકાલે કોઈપણ સંજાેગોમાં રણછોડરાયની સેવા પૂજા કરશે તેવું જાહેર કરી, પોતાના પર હુમલાની આશંકા વ્યક્ત કરી પોલીસ રક્ષણની માગ કરી છે. દરમિયાન મંદિર ટ્રસ્ટે જણાવ્યું હતું કે મંદિરના ૧૨૦૦ વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની પૂજા કરી નથી. ટ્રસ્ટે બન્ને બહેનો પાસે કોર્ટ દ્વારા કોઈ સ્પષ્ટ આદેશ અપાયો હોય તો લઈને આવવા જણાવાયું છે.

આમ ભગવાન રણછોડરાયની સેવા પૂજા મામલે મંદિર ટ્રસ્ટ અને વારાદારી બહેનો વચ્ચેનો વિવાદ આગળ વધ્યો છે. ઈન્દિરાબેન પંડ્યાએ જણાવ્યું છેકે ડાકોર મંદિરમાં ૧૯૭૮ પહેલાં અમારા પિતા કૃષ્ણલાલ સેવક વંશ પરંપરાગત વારાદારી તરીકે પૂજા કરતા હતા. તેઓને સંતાનમાં અમે બે પુત્રી જ છીએ. ૧૯૭૮માં તેઓના અવસાન બાદ તેમના પરિવાર માંથી કોણ ભગવાનની સેવા પૂજા કરે તે બાબતે વિવાદ ઉભો થયો હતો, સેવાપૂજાના અધિકારની માગણી કરનાર બન્ને બહેનોનો દાવો છે કે ૨૦૧૮માં આ કેસમાં કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો

. તેથી વારા મુજબ હવે તેઓ રણછોડરાયની સેવાપૂજા કરી શકે છે. બીજી તરફ મંદિર ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટતા કરી દેવાઈ છેકે જાે તેમની પાસે કોર્ટનો આદેશ હોય કે ‘તેઓ ભગવાન સન્મુખ જઈ સેવા પૂજા કરી શકે છે’ તો જ તેઓને પરવાનગી આપવામાં આવશે મંદિરે મારી માતાને નોટિસ આપી છે કે એક મહિલા તરીકે તમે હિંડોળા ન ઝુલાવી શકો. મારા દાદા મંદિરના સેવક હતા, તેઓને સંતાનમાં કોઇ દિકરો ન હોઇ મારી માતાનો હક્ક બને છે, સેવાનો. મંદિરે નોટિસમાં એવુ લખ્યું છે કે તમે મહિલા થઇને હિંડોળા ઝુલાવ્યા તે અયોગ્ય છે. ખરેખર આ એક મહિલાનું અપમાન છે -ડાકોરમાં પૂજા માટે પૂર્વ સેવકની બે પુત્રીઓ સેવા કરવા જતા મંદિરમાં મોટો વિવાદ સર્જાયો. આ મહિલાઓ પોતાના વંશની પરંપરાને મુજબ મંદિરમાં ભગવાનની સેવાની માંગ કરી રહી છે, પરંતુ તેમને પ્રવેશ ન આપતા મહિલાઓએ સુરક્ષાની માંગ કરી છે.

Follow Me:

Related Posts