ભારે વરસાદની પરિસ્થિતીને પગલે રાજ્યમાં રોડ-રસ્તાની સર્જાયેલ પરિસ્થિતિ સત્વરે પૂર્વવત કરવાની કામગીરી યુઘ્ઘના ઘોરણે હાથ ધરાઇ- પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ રાજ્યમાં સાવર્ત્રિક વરસાદને પગલે રોડ-રસ્તાની સર્જાયેલ પરિસ્થિતિની સંપૂર્ણપણે સત્વરે પૂર્વવત કરવા રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે તેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યમાં ભારે વરસાદથી રોડ-રસ્તાઓની સર્જાયેલી પરિસ્થિતિના સમારકામને તા. ૧૫ મી સપ્ટેમ્બર સુધીમાં સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવશે.
રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તક કુલ ૧.૩૦ લાખ કિ.મી. લંબાઇના રસ્તાઓ છે. જે પૈકી કુલ ૪,૧૭૨ કિ.મી. લંબાઇના રસ્તા વરસાદમાં નુકશાન પામેલા હતા. જેમાં યુધ્ધના ઘોરણે કામગીરી હાથ ધરીને કુલ ૨,૪૨૯ કિ.મી. ના રસ્તાઓમાં મેટલ પેચવર્ક કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. બાકી રહી જતા ૧,૭૪૩ કિ.મી. રસ્તાઓના મેટલ પેચવર્કનું કામ આગામી ત્રણ દિવસમાં સત્વરે પૂર્ણ કરાશે તેમ મંત્રી શ્રી એ ઉમેર્યુ હતુ. સામાન્ય રીતે ૧૫ ઓક્ટોબર પછી રોડ રસ્તા રીપેરીંગમાં ડામર પાથરવાની કામગીરી શરૂ કરાય છે પરંતુ આ વર્ષે યુધ્ધના ધોરણે સમગ્ર કામગીરી આરંભીને અત્યાર સુધીમાં ૮૧ ડામર પ્લાન્ટચ કોરા વિસ્તારમાં શરૂ કરી દેવામાં આવ્યા છે તેમ મંત્રી શ્રી એ ઉમેર્યુ હતુ.
Recent Comments