fbpx
અમરેલી

ડાયનેમિક ગૃપના પ્રમુખ વાંકિયાના વતની , યુવા ઓના પ્રોત્સાહક હરેશ બાવીશી ચિકન ગુનિયાની અસર હેઠળ

વાંકિયા ગામમાં ૩૫ થી ૪૦ વ્યકિતને ચિકનગુનીયાની અસર છતા આરોગ્ય વિભાગ દ્વારા કોઈ સર્વે કરીને સાચુ કારણ શોધ્યું નથી . એકમાત્ર ફેમિલી – ફિઝીશ્યન ડો.રજનીકાંત નાકરાણી દિવસ – રાત એક કરીને નિઃસ્વાર્થ ફરજ બજાવી રહયા છે . હરેશ બાવીશીને ચિકન ગુનિયાની અસર થતા હાલ સારવાર હેઠળ …. જિલ્લાભરમાંથી ખબર – અંતર પુછાયા . અમરેલી તાલુકાના વાંકિયા ગામના વતની ડાયનેમિક ગૃપ – અમરેલીના પ્રમુખ બે દિવસથી ચિકન ગુનિયાની અસરથી ઝપેટમાં આવ્યા છે ત્યારે યુવા પ્રોત્સાહન સાથે સંકળાયેલ હરેશ બાવીશીના તબીયતની પૃચ્છા કરવા જિલ્લા અને નાના – મોટા સાથે સૌ કોઈ સાથે સંકળાયેલ છે ત્યારે સૌરાષ્ટ્ર ભરમાંથી ખબર – અંતર પૃચ્છા થઈ હતી . અત્રે ઉલ્લેખનીય છે કે વાંકિયા ગામમાં ચિકન ગુનિયાની સ્પષ્ટ અસર હોય તેવા ૩૫ થી ૪૦ કેઈસ થઈ ચુકયા છે ત્યારે તેનું સાચુ કારણ જાણવા આરોગ્ય વિભાગ દ્વારા કોઈ સર્વે કરાયો નથી ત્યારે ગ્રામજનો માટે તંદુરસ્તીની એકમાત્ર આશા સમાન ડો.રજનીકાંત નાકરાણી પોતાની આવડત , પ્રામાણિકતા , નિષ્ઠાભાવથી કોઈ સ્વાર્થ વગર દિવસ – રાત જોયા વગર સારવાર કરી રહયા છે . ગામના લગભગ તમામ કેઈસમાં ડો.રજનીકાંત નાકરાણી સારવાર આપી રહ્યા છે અને દર્દીનારાયણની સેવા કરી રહયાં છે .

Follow Me:

Related Posts