fbpx
ગુજરાત

ડાયમંડ યુનિયન વર્કર એસો.એ રજૂઆત કરી. રત્નકલાકારોના વેતનમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો કરવા માંગ

કોરોનાની બીજી લહેર બાદ ડાયમંડ ઉદ્યોગમાં ભારે તેજીનો માહોલ જાેવા મળી રહ્યો છે. ધીરે-ધીરે ચાઇના, અમેરિકા જેવા કોરોના સંક્રમણથી ગ્રસ્ત થયેલા દેશોમાં પણ હવે બજાર ખુલવાના શરૂ થઈ ગયા છે. જેને કારણે જ્વેલરી ઉદ્યોગમાં જબરજસ્ત તેજીનો ઉછાળો જાેવા મળી રહ્યો છે. સુરતમાં કટીંગ અને પોલિસ્ડ ડાયમંડની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે. રવિવારના દિવસે પણ ઘણી ફેક્ટરીઓ ધમધમતાં તેજીનો માહોલ છે એવી સ્પષ્ટતા થઇ છે. ડાયમંડ યુનિયન વર્કર એસોસિએશન દ્વારા રત્ન કલાકારોના વેતન વધારાની માંગ સાથે ડાયમંડ એસોશિએશનમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ૨૦થી ૨૫ ટકા વેતન વધારાની માગ કરવામાં આવી હતી.

ડાયમંડ વર્કર યુનિયનને માગણી કરી હતી કે રત્નકલાકારોના વેતનમાં ૨૦થી ૨૫ ટકા જેટલો વધારો કરવામાં આવે તેમજ ડાયમંડ હોસ્પિટલમાં વિનામૂલ્યે રત્ન કલાકારોની સારવાર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. કોરોના સંક્રમણ કાળ દરમિયાન રત્નકલાકારોની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી થઇ હોવાથી આર્થિક રીતે તેમને મદદરૂપ થવું ખૂબ જ આવશ્યક છે. ડાયમંડ એસોશિએશન દ્વારા રત્નકલાકારોને આર્થિક રીતે પગભર થવા માટે અને તેના વેતનમાં વધારો કરવા માટે માગણી કરવામાં આવી છે.

Follow Me:

Related Posts