fbpx
બોલિવૂડ

ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ એનિમલ ફિલ્મથી ભારતમાં ૪૧૩.૩૮ કરોડની કમાણી કરી

છેલ્લા એક અઠવાડિયાથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલી ફિલ્મ એનિમલના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા હવે સતત ચર્ચામાં છે. તેમના જૂના ઈન્ટરવ્યુ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ એનિમલમાં રણવીર કપૂર અને સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદન્ના લીડ રોલમાં છે.

‘એનિમલ’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. સકનિલ્કના રિપોર્ટ અનુસાર, ‘એનિમલ’એ ભારતમાં ૪૧૩.૩૮ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ૯માં દિવસે ‘એનિમલ’એ બોક્સ ઓફિસ પર ‘જવાન’ અને ‘ગદર ૨’ને પછાડી દીધી છે અને બીજા શનિવારે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. ટ્રેડ પંડિતોનું માનવું છે કે રણબીર કપૂરની ‘એનિમલ’ ખૂબ જ જલ્દી ૫૦૦નો આંકડો સ્પર્શી જશે.

Follow Me:

Related Posts