રાષ્ટ્રીય

ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે ‘સોજીની રોટલી’, જાણો કેવી રીતે બનાવશો ઘરે

સોજીની રોટલી…તમે ક્યારે સાંભળ્યુ છે આ નામ? ડાયાબિટીસના દર્દીઓ માટે આ રોટલી સૌથી બેસ્ટ છે. જો તમે સોજીની રોટલી ખાઓ તો અનેક બીમારીઓથી બચી શકો છો. દરેક વ્યક્તિએ સોજીની રોટલી પોતાના ડાયટમાં એડ કરવી જોઇએ. સોજીની રોટલી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો જાણી લો તમે પણ કેવી રીતે ઘરે બનાવશો સોજીની રોટલી…

સામગ્રી

એક વાટકી સોજી

બે બાફેલા બટાકા

ઝીણું સમારેલું લીલું મરચું

ધાણાજીરું

લાલ મરચું

સ્વાદાનુંસાર મીઠું

ગરમ મસાલો

પાણી

જરૂર મુજબ તેલ

બનાવવાની રીત

  • સોજીની રોટલી બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં સોજી લો અને તેમાં થોડુ પાણી એડ કરો.
  • પાણી એડ કર્યા પછી 5 થી 10 મિનિટ માટે એમ જ રહેવા દો.
  • ત્યારબાદ બટાકાને મેશ કરીને સોજીમાં એડ કરી દો.
  • એક પછી એક એમ બધી સામગ્રી નાંખો અને સોજીને કણકની જેમ એટલે કે જેમ તમે લોટ બાંધો છો એ રીતે બાંધી લો.
  • હવે નાના-નાના ગુલ્લા કરીને એને વણી લો.
  • ત્યારબાદ તવાને મધ્યમ તાપ પર ગરમ કરો.
  • તવી ગરમ થાય એટલે એના પર રોટલી મુકો અને તેલ લગાવીને બન્ને બાજુથી શેકી લો.
  • તો તૈયાર છે સોજીની રોટલી.
  • સોજીની રોટલી ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી બેસ્ટ છે.
  • જો તમે વજન ઉતારવા માટે ડાયટિંગ કરો છો તો તમારે આ રોટલીને બપોરના અથવા સાંજના જમવામાં એડ કરવી જોઇએ.
  • સોજીની રોટલી પચવામાં હલકી હોય છે જેથી કરીને તમારા બોડીને અનેક રીતે ફાયદો પહોંચાડે છે.
  • સોજીની રોટલી ખાવાથી કામ કરવાની ક્ષમતા પણ વધે છે.

Related Posts