“ડાયાબિટીસ દિન” ઇન્સ્યૂલિનના શોધક ફ્રેડરિક વોટીંગનો જન્મદિન ચૌદમી નવેમ્બર ભારત ડાયાબિટીસનું વૈશ્વિક પાટનગર બની ગયું છે વર્ષે કરોડો દર્દી ઓનો વધારો
૧૪ નવેમ્બર- ડાયાબિટીસ દિન ડાયાબિટીસ-શિરદર્દ સમાન એક સામાજિક અને આર્થિક સમસ્યા ડાયાબિટીસ પર કાબૂ કરનાર દવા ઇન્સ્યૂલિનના શોધક ફ્રેડરિક વોટીંગનો જન્મદિન ચૌદમી નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે ઊજવાય છે ડાયાબિટીસ તથા તેની વિપરીત અસરોનું પ્રમાણ અતિશય વધવાના કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ડાયાબિટીસના જાગૃતિકરણ અર્થે આ દિવસ ઊજવાય છે આપણા દેશ માટે આ સમસ્યા શિરદર્દ જેવી બની ગઈ છે એને નજરઅંદાજ કરવું પરવડે એમ નથી ભારત દેશ ડાયાબિટીસનું વૈશ્વિક પાટનગર બની ગયું છે વિશ્વનો દર ચોથો ડાયાબિટીસનો દર્દી એક ભારતીય છે હાલનાં સર્વેક્ષણો મુજબ આપણા દેશમાં અઢી કરોડ જેટલા લોકોને ડાયાબિટીસ છે આશ્ચર્યની વાત એ છે કે જેટલા લોકોને ડાયાબિટીસ છે તેટલા જ બીજા લોકોને ડાયાબિટીસ હોવા છતાંયે એની ખબર નથી આપણા દેશની વિશેષતાઓ વિકસિત દેશો કરતાં આપણા દેશમાં ડાયાબિટીસ લગભગ દસ વર્ષ વહેલો શરૂ થતો જોવા મળે છે ૩૦ થી ૪૦ વર્ષની વચ્ચેના અસંખ્ય લોકો ડાયાબિટીક બની જાય છે હજુ સુધી ફક્ત અમીર લોકોને જોવા મળતો આ રોગ હવે મધ્યમ વર્ગના લોકોને પણ અસર કરે છે તદુપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ રોગે પગપેસારો કરી દીધો છે બીજી ચોંકાવનારી વાત એ છે કે લગભગ બે-અઢી કરોડ લોકો ઇમ્પેરડ ગ્લુકોઝ ટોલરન્સ નામની અવસ્થા ધરાવે છે નોર્મલ તથા ડાયાબિટી વચ્ચેની અવસ્થા છે
તેમાંથી દર વર્ષે દસ ટકા લોકો ડાયાબિટીક બને છે ડાયાબિટીસ એક અતિગંભીર રોગ ડાયાબિટીસને એક સામાન્ય રોગ સમજવાની ભૂલ ન કરી શકાય જો સમયસર કાબૂમાં લેવામાં ન આવે તો આ રોગ દ્વારા શરીરના અનેક અંગ ઉપાંગો પર આડઅસર ઉત્પન્ન થાય છે હૃદયરોગ અંધાપો કિડની બગડવી લકવો ગેંગરીન જેવા અતિશય ખર્ચાળ અને પ્રાણઘાતક રોગો પણ થાય છે એકલા અમેરિકામાં ડાયાબિટીસના કારણે દરરોજ ૬૦ લોકો અંધ બને છે ૩૫ લોકોની કીડની બદલવી પડે છે ૧૫૦ લોકોના પગ કપાય છે ડાયાબિટીસના ૨૦-૨૫ ટકા દર્દીઓ એક અથવા વધારે વિપરીત અસરોના ભોગ બને છે ડાયાબિટીસ સારવાર અતિ ખર્ચાળ એક સર્વેક્ષણ મુજબ ડાયાબિટીસની સારવાર પાછળ એક ભારતીય દર્દી દર વર્ષે અંદાજે રૂા પાંચ હજાર ખર્ચે છે ડાયાબિટીસના કારણે હોસ્પિટલમાં જો દાખલ થવું પડે તો તેનો સરેરાશ ખર્ચો રૂા૧૩,૦૦૦ થાય છે દવાઓ , લેબોરેટરી અને દાક્તરી તપાસનો કુલ અંદાજે વાર્ષિક ખર્ચ રૂા.૨૦,૦૦૦ થાય છે આમ ડાયાબિટીસની સંખ્યા જોતાં આપણા દેશમાં દર વર્ષે આશરે રૂા.૫૦,૦૦૦ કરોડ ડાયાબિટીસ તથા તેની વિપરીત અસરો પાછળ ખર્ચવા પડે છે અમેરિકામાં ડાયાબિટીસ પાછળ દર વર્ષે સો બિલિયન ડૉલર ખર્ચે છે આપણા દેશની કઠિન આર્થિક વ્યવસ્થા માટે આટલો બધો આર્થિક બોજો આવનાર વર્ષોમાં એક મોટો પડકાર બની જશે હોસ્પિટલની પથારીઓ તથા ડૉક્ટરોની ઊણપ ઊભી થશે એવી આંકડાશાસ્ત્રીય ગણતરીઓ છે
ડાયાબિટીસ થવાનાં કારણો ડાયાબિટીસ થવાનાં મુખ્ય કારણોમાં બેઠાડું જીવન ચરબીયુક્ત પદાર્થોનું સેવન માનસિક તણાવ , કસરતનો અભાવ જાડાપણું તમાકુનું સેવન પ્રદૂષણ વગેરે જવાબદાર છે શું ડાયાબિટીસ અટકાવી શકાય? રોગની સારવાર કરતાં રોગને થતો અટકાવવો વધારે સરળ અને લાભદાયક છે ડાયાબિટીસ માટે આ ઉક્તિ સર્વથા લાગુ પડે છે હમણાં થયેલ અનેક સંશોધનો પ્રમાણે ડાયાબિટીસ ચોક્કસપણે રોકી શકાય છે અટકાવી શકાય છે સ્વિડન કેનેડા યુરોપ અમેરિકા તથા ચીનમાં થયેલાં આ સંશોધનોમાં જીવનશૈલીમાં પરિવર્તન તથા દવાઓ દ્વારા ડાયાબિટીસને અટકાવવાની પદ્ધતિઓ રજૂ કરવામાં આવી અઠવાડિયામાં ૧૫૦ મિનિટ શારીરિક વ્યાયામ દ્વારા તથા આહારમાં ચરબીયુક્ત પદાર્થોની કમી તથા વધારે પડતા રેસાયુક્ત પદાર્થોના સેવનથી લગભગ ૫૦ ટકા લોકોને ડાયાબિટીસ થતો અટકાવી શકાય છે તેની સામે મેટફોરમીન અકારબોઝ નામની દવાઓ દ્વારા આ માત્ર ફક્ત ૨૫ થી ૩૫ ટકા લોકોમાં જોવા મળી છે
આમ જીવનશૈલીમાં પરિવર્તન દવાઓ કરતાં વધારે અસરકારક સસ્તી અને સરળ છે જો દર વર્ષે એક લાખ લોકોને પણ ડાયાબિટીસ થતો રોકી શકાય તો વર્ષે રૂપિયા બસ્સો કરોડની બચત થાય આટલા પૈસામાં અનેક સ્કૂલ કૉલેજ તથા કસરતના સંકુલો બનાવી શકાય આમ ડાયાબિટીસ થતો અટકવાથી અનેક આર્થિક તથા સામાજિક લાભ થઈ શકે ડાયાબિટીસ કોને થઈ શકે ? આમ તો ડાયાબિટીસ કોઈને પણ થઈ શકે પરંતુ વધુ પડતું વજન ધરાવતા લોકો પેટ ઉપર વધારે ચરબી પરિવારમાં ડાયાબિટીસ બ્લડપ્રેશર તમાકુનું સેવન તનાવગ્રસ્ત જીવન જેમના બાળકોનું જન્મ વખતનું વજન ૩.૫ કિ.ગ્રા કરતાં વધારે હોય તેવી મહિલાઓ વગેરેને ડાયાબિટીસ થવાની સંભાવના વધારે હોય છે આવી વ્યક્તિઓએ ૭૫ ગ્રામ ગ્લુકોઝ લઈને પરીક્ષણ કરાવવું જોઈએ જો આ પરીક્ષણ નોર્મલ હોય તો દર બે વર્ષે આ ટેસ્ટ ફરી કરાવવો જોઈએ જો ડાયાબિટીસનાં લક્ષણો હોય તો આ ટેસ્ટ વહેલો કરાવવો જોઈએ ડાયાબિટીસ અટકાવવાના ઉપાયો આધુનિક જીવન વિવિધતાઓથી ભરેલું છે આપણા દેશમાં અસંખ્ય જાતની વાનગીઓ ઉપલબ્ધ છે છેલ્લા દસકામાં એક શહેરી ભારતીય આશરે ચારસો કૅલરી જેટલો ખોરાક વધારે લેતો થઈ ગયો છે . જાડાપણું તથા ડાયાબિટીસ અટકાવવા માટે દરેક વ્યક્તિએ રોજ ૧૫ ગ્રામથી વધારે તેલ લેવું જોઈએ નહીં ઘરમાં વપરાતા તેલના ડબ્બાઓ વ્યક્તિઓની સંખ્યા તથા આવનજાવન દ્વારા આપના ઘરની દૈનિક તેલની વપરાશ ગણી શકાય એમ છે ફૂડ પિરામિડ સિદ્ધાંતનો ઉપયોગ પણ ખૂબ ફાયદાકારક થઈ શકે
સલાડ તથા અન્ય રેસાયુક્ત પદાર્થોનું સેવન પ્રમાણસર તથા તૈલીપદાર્થોનું સેવન મર્યાદિત કરવાથી ડાયાબિટીસ થતો અટકાવી શકાય શારીરિક વ્યાયામ બેઠાડું જીવન તથા કસરતનો અભાવ ડાયાબિટીસનો જન્મદાતા છે નિયમિત કસરત કરવાથી ડાયાબિટીસ તથા અનેક આધુનિક રોગો અટકાવી શકાય મોર્નિંગ વૉક અથવા જીમ્નેશિયમમાં જવાથી જ ફાયદો થાય છે એ માન્યતા તદ્દન ખોટી છે કસરતમાં વૈવિધ્ય આનંદ લાવે છે તથા સાતત્ય જાળવે છે ચાલવું , કોઈ રમતગમતમાં ભાગ લેવો નાનાં બાળકોને રમાડવા , ગાર્ડનીંગ કરવું એકલા અથવા સામૂહિક નૃત્ય કરવાં વગેરે ક્રિયાઓથી સારી અને આનંદદાયક કસરત થઈ શકે અને ડાયાબિટીસ અટકાવી શકાય માનસિક તનાવ માનસિક તાણના કારણે શરીરમાં સેડ્રીન્ગલીન સ્ટેરોઇડ્ઝ નામના હોર્મોન્સ ઉત્પન્ન થાય છે તેના દ્વારા ડાયાબિટીસ થવાની સંભાવના વધી જાય છે માનસિક તનાવ ઓછો કરવામાં વ્યાયામ યોગ ધ્યાન ધારણા લાફ્ટર થેરાપી વગેરે ઉપયોગ થઈ શકે અને ડાયાબિટીસ થતો અટકાવી શકાય તમાકુ અને ધૂમ્રપાન ધૂમ્રપાન તથા તમાકુ નું સેવન કરવાથી ડાયાબિટીસ થવાની શકયતા વધી જાય છે એક્ટીવ અને પેસીવ બંને પ્રકારના ધૂમ્રપાનથી ઇન્સ્યુલીનની કાર્યશક્તિ ઘટી જાય છે અને ડાયાબિટીસની શક્યતા વધી જાય છે
ડાયાબિટીસ તથા એની વિપરીત અસરો અટકાવવા તમાકુનું સેવન બંધ કરવું જોઈએ પ્રદૂષણ પર્યાવરણના પ્રદૂષણથી ઇન્સ્યુલીન ઉત્પન્ન કરતા કોષો ઉપર આડઅસર થઈ શકે નાઇટ્રાઇટ નાઇટ્રેટ નાઇટ્રોસો કમ્પાઉન્ડ પાણીમાં વધારે હોય તો સ્વાદુપિંડને નુકસાન થવાથી ડાયાબિટીસ થઈ શકે આ જ પ્રમણે ડાયોડિઅન નામના પદાર્થના કારણે ઇન્સ્યુલીનની કાર્યશક્તિ ઓછી થઈ શકે પર્યાવરણમાં આવાં તત્ત્વોની રોકથામ દ્વારા ડાયાબિટીસ થતો અટકાવી શકાય માતૃપોષણ બારકર નામના બ્રિટિશ વૈજ્ઞાનિકનાં સંશોધનો પ્રમાણે જો સગર્ભાવસ્થામાં બાળકને પોષણ પૂરતું ન મળે તો ભવિષ્યમાં તેને ડાયાબિટીસ થવાની સંભાવના વધી જાય છે સગર્ભાવસ્થામાં પૂરતું પોષણ ભવિષ્યમાં ડાયાબિટીસ થતો રોકી શકે બાળકોમાં જાડાપણું વધુ પડતા ટી.વી.જોવાના કારણે ફ્રાઇડ ફેટ તથા ફાસ્ટ ફૂડના સેવનના કારણે સ્કૂલ ઉપરાંત અતિશય શૈક્ષણિક ગૃહકાર્યને કારણે કસરતના અભાવને લીધે બાળકોમાં જાડાપણું તથા ડાયાબિટીસ થવાની સંભાવના વધી ગઈ છે અમદાવાદની સ્કૂલના ૭ ટકા બાળકો જરૂર કરતાં વધારે વજન ધરાવે છે અમેરિકામાં ટીનએજર બાળકોમાં લગભગ એક ટકા ડાયાબિટીસ થયેલો જોવા મળ્યો છે
શરૂઆતથી જ જીવનશૈલીમાં પરિવર્તન આવશ્યક છે હારમા વરદસ્કૂલ અને શૈક્ષણિક સંસ્થાઓનો રોલ સ્કૂલ અને કૉલેજના અભ્યાસક્રમમાં યોગ્ય જીવનશૈલીનું શિક્ષણ આપવું જરૂરી છે શરૂઆતથી ડાયાબિટીસ જેવા રોગોની સમજ તથા તેને અટકાવવા માટેની સારી આદતો વિકસાવવા માટે પ્રયત્નો થવા જોઈએ સંસ્થાઓનો રોલ લાયન્સ , રોટરી જેસીઝ ક્લબ તથા અન્ય સામાજિક સંસ્થાઓ ડાયાબિટીસ અંગે પ્રજામાં જાગૃતિકરણ માટે વક્તવ્ય પરિસંવાદ તથા સાહિત્ય વિતરણ કરી શકે બેંક જેવી સંસ્થાઓમાં ડાયાબિટીસ ઉપર જાગૃતિકરણ સિવાય સામૂહિક પરીક્ષાનો કાર્યક્રમ યોજી રોગને શરૂઆતમાં પકડી શકાય સરકારી કાર્ય ડાયાબિટીસની તથા એની ગંભીર આડઅસરો જોતાં સરકાર દ્વારા રાષ્ટ્રીય ડાયાબિટીસ જાગૃતિકરણ અને અટકાવ ‘ કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ કેન્સર , એઇડ્સ પોલિયો ટી.બી. મલેરિયા જેવા રોગોને નાથવા કાર્યક્રમ રાખવામાં આવ્યા છે તેમ રાષ્ટ્રીય ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમ યોજવો જરૂરી છે અને એ દ્વારા આ સમસ્યાની ગતિ તથા તીવ્રતા અટકાવી શકાય રોગને થતો અટકાવવો તે રોગની સારવાર કરતાં હંમેશાં સરળ અને લાભદાયક હોય છે ડાયાબિટીસ જેવા રોગ માટે એ ચોક્કસ સંભવ અને આવશ્યક છે ડૉ .તિવેન મરવાહ – ડાયાબિટોલોજિસ્ટ એન્ડોક્રાઈનોલોજિસ્ટ દ્વારા મધુપ્રેમ દર્દી ઓને સુંદર સમજ
Recent Comments