ડિજિટલ ગુજરાત વેબસાઈટ પર સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારના અરજદારો માટે ઓનલાઇન દાખલા કાઢી શકે તે માટે ઓપ્શન ચાલુ કરવા રજૂઆત કરાય
ગુજરાત સરકાર દ્વારા અરજદાર પોતે ઘર બેઠા કોઈપણ પ્રકારના પ્રમાણપત્રો જેમ કે આવક જાતિ નોન ક્રિમિલિયર ડોમીસાઈલ ઇડબલ્યુએસ બિન અનામત વગેરે જેવા પ્રમાણપત્રો માટે ડિજિટલ ગુજરાત વેબસાઈટ પર ઘર બેઠા અરજી કરી શકે છે જેમાં તેઓને જે તે કચેરીમાં જવાની જરૂર પડતી નથી પરંતુ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારના અરજદારોને ઓનલાઈન અરજી એટલે કે ડિજિટલ ગુજરાત વેબસાઇટ પર અરજી કરવા જાય છે ત્યારે તેમાં જે પંચાયતનું ઓપ્શન આવે છે તે ઓપ્શન બંધ બતાવે છે જેના કારણે સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારના અરજદારો ઓનલાઇન અરજી કરી ઘરે બેઠા જે તે દાખલો મેળવી શકતા નથી જેના અનુસંધાને સાવરકુંડલાના જાગૃત ભાજપ કાર્યકર્તા અને શહેર ભાજપ કોષાધ્યક્ષ જતીનભાઈ મૈસુરિયાં દ્વારા સરકારશ્રીની ડિજિટલ ગુજરાત વેબસાઈટ પર સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારના અરજદારો ઓનલાઇન અરજી કરી ઘર બેઠા પોતાનો દાખલો જેમ કે નોન ક્રિમિલિયર ડોમીસાઈલ બિનઅનામત વગેરે જેવા પ્રમાણપત્રો મેળવી શકે તે માટે અમરેલી નેશનલ ઇન્ફોર્મેટીક સેન્ટરના તકનીકી મદદનીશ્રીને લેખિતમાં રજૂઆત કરી જેની નકલ કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીને આપેલ.
Recent Comments