ડિજિટલ પ્લેટફોર્મ પેટીએમ કંપનીની ઓપરેટિંગ રેવન્યુ આવક ક્વાર્ટર દર ક્વાર્ટરમાં સુધરી

દેશના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મમાંથી એક પેટીએમની માલિક કંપની વન ૯૭ કોમ્યુનિકેશનની તાકાત જાેવા મળી રહી છે. કંપનીની ઓપરેટિંગ રેવન્યુ આવક ક્વાર્ટર દર ક્વાર્ટરમાં સુધરી રહી છે અને વર્તમાન નાણાકીય વર્ષના (એપ્રિલ-જૂન)માં રૂ. ૧૫૦૦ કરોડના આંકડાને પાર કરી ગઈ છે. પેટીએમએ હાલમાં પોતાની સર્વિસને શાનદાર કરી છે અને યુપીઆઈ પેમેન્ટ સિવાય ક્યુઆર કોડ પેમેન્ટ સર્વિસ, સાઉન્ડ બોકસ અને અન્ય ફાઈનેશિયલ પ્રોડક્ટસ પર ધ્યાન આપ્યું છે.
દેશમાં સૌથી મોટું આઈપીઓ લાવનાર પણ પેટીએમ હતુ. કંપનીના ફાઉન્ડર વિજય શેખર શર્માએ હાલમાં અનેક ર્નિણયો લીધા છે. જેની અસર કામકાજ પર જાેવા મળી રહી છે. હવે કંપનીએ પોતાના ત્રિમાસીક પરિણામની જાહેરાત કરી દીધી છે. ઓપરેટિંગ આવકમાં સુધારો થવાને કારણે કંપનીની એકંદર ખોટમાં ઘટાડો થયો છે. પેટીએમે શેર બજારને જાણકારી આપતા કહ્યું કે, એપ્રિલ-જૂનમાં તેનો ઓપરેટિંગ રેવેન્યુ ૧૫૦૨ કરોડ રુપિયા રહ્યો છે. ટેક્સ ચૂકવતા પહેલા કંપનીની આવકની ગણતરી કર્યા પછી (ઈમ્ૈં્ડ્ઢછ) તેની નેટ લોસ રૂ. ૭૯૨ કરોડ રહી છે. કંપનીનું કહેવું છે કે, સારી આવકને કારણે તેની પ્રોફિટેબિલિટી પણ આગામી સમયમાં સુધરવાની આશા છે.
નાણાકીય સેવાઓમાંથી કંપનીની આવક રૂ. ૨૮૦ કરોડ હતી. જ્યારે કંપનીએ માર્કેટિંગ સેવાઓમાંથી ૩૨૧ કરોડ રૂપિયાની આવક મેળવી છે. કંપનીનો નફો માર્જિન ૫૦ ટકા રહ્યો છે, જેના પરિણામે રૂ. ૭૫૫ કરોડનો ફાળો નફો થયો છે. કંપનીની બેલેન્સ શીટમાં સુધારો થયો છે અને તેની પાસે રૂ. ૮,૧૦૮ કરોડની રોકડ છે. પેટીએમના પ્રવક્તાનું કહેવું છે કે, અમારા ગ્રાહકો પરનો આધાર સ્થિર થયો છે. મર્ચેન્ટ ઓપરેટિંગ મીટ્રિક્સમાં સુધારો જાેવા મળ્યો છે. પેટીએમે જણાવ્યું કે, તેનો મર્ચેન્ટ પેમેન્ટ ઓપરેટિંગ કારોબાર જાન્યુઆરી ૨૦૨૪ના લેવલ પર પરત ફર્યો છે. કંપનીએ ફરીથી દુકાનદારોને ત્યાં પોતાના ક્યુઆર કોડ અને સાઉન્ડબોક્સ લગાવવાનું શરુ કર્યું છે. કંપનીના મર્ચન્ટ સબ્સક્રાઈબર બેસમાં પણ સુધારો આવ્યો છે, જે ૧.૦૯ કરોડ થયો છે. આ સિવાય કંપનીએ કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન પર પણ ઘણું ધ્યાન આપ્યું છે.
Recent Comments