ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ૩.૦ ઝૂંબેશ અંતર્ગત ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનું DoPPW સાથે જોડાણ
પેન્શન ધારકોને જીવન પ્રમાણપત્ર એટલે કે હયાતીનું પ્રમાણપત્ર દર વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન આપવામાં આવે છે.પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટમેન-ગ્રામીણ ડાક સેવક દ્વારા આ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટની સુવિધા ઘરબેઠા આપવામાં આવશે જેથી વયોવૃદ્ધ પેન્શનધારકોએ આ કામગીરી માટે તિજોરી કચેરી કે અન્ય વિભાગ સુધી જવાની આવશ્યકતા રહેશે નહિ.ડિજિટલ લાઇફ સર્ટિફિકે ૩.૦ ઝૂંબેશ અંતર્ગત ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે પેન્શન વિભાગ અને પેન્શનર્સ વેલફેર વિભાગ DoPPW સાથે જોડાણ કર્યુ છે. રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) અભિયાન ૩.૦ અંતર્ગત તા.૦૧ નવેમ્બર, ૨૦૨૪ થી તા.૩૦ નવેમ્બર, ૨૦૨૪ સુધી ૮૦૦ શહેરો અને નગરોને આવરી લેવામાં આવશે.
આ પહેલનો ઉદ્દેશ્ય ફેસ ઓથેન્ટિફિકેશન, ટેકનોલોજી અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિકની ડિજિટલ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાનો છે. આ ઝૂંબેશ હેઠળ પેન્શનરોને તેમજ દૂરના વિસ્તારોના તમામ પેન્શનરોને લક્ષ્યમાં રાખી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રક્રિયા થકી ઘર આંગણે અથવા ઘરથી નજીક સગવડ મળી રહેશે.ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ૩.૦ ઝૂંબેશ અંતર્ગત જીવન પ્રમાણ પત્ર (DLC) ખૂબ સરળતાથી જમા કરાવી શકશે, જેનો લાભ ગ્રામીણ વિસ્તારમાં રહેતા વરિષ્ઠ પેન્શનરોને તેમના ઘર આંગણે અથવા ઘરની નજીક મળી રહેશે.અમરેલી ડાક ઘરના ઇન્ચાર્જ અધિક્ષક શ્રી ડી.એસ. તપસ્વીએ આ પહેલ વિશે વિગતો આપતા એક યાદીમાં જણાવ્યું છે કે, પોસ્ટ ઓફિસ, પેન્શરોને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) સેવા પ્રદાન કરવા માટે પોસ્ટ્સ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકના વિશાળ નેટવર્કનો લાભ લઈને ડોરસ્ટેપ-ડીએલસી કેમ્પ કરવામાં આવશે.
આ ઝૂંબેશને પેન્શનર્સ વેલફેર એસોસિએશન, UDAI સહિત વિવિધ હિતધારકો દ્વારા ટેકો આપવામાં આવશે. આ ઝૂંબેશ પેન્શનરોને પેન્શનર પરંપપરાગત કાગળ આધારિત પ્રમાણપત્રો સબમિટ કરવામાંથી મુક્તિ અપાવે છે અને ડિજિટલ પ્રક્રિયા દ્વારા DCL જમા કરાવવાની જરુરી પધ્ધતિઓને સરળ બનાવે છે.પેન્શનરોએ નજીકની પોસ્ટ ઓફિસ અથવા પોસ્ટમેન-ગ્રામીણ ડાક સેવકનો સંપર્ક કરવાનો છે. DLC જનરેશન માટે પેન્શનરે આપેલા સરનામે જઈને GST સહિત રુ.૭૦ની ટ્રાન્ઝેક્શન ફી મેળવી પોસ્ટમેન- ગ્રામીણ ડાક સેવા દ્વારા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જનરેટ કરી આપવામાં આવશે.
આ સુવિધા માટે પેન્શનરોએ જરુરી આધાર, મોબાઇલ, બેંક ખાતા, પીપીઓ સહિતના નંબરની વિગત પૂરી પાડવી. આ પ્રમાણપત્રની ડિજિટલ પ્રક્રિયા પૂર્ણ થવા પર પેન્શનરના મોબાઇલ નંબર પર એસ.એમ.એસ. પ્રાપ્ત થશે.પ્રક્રિયા પૂર્ણ થવાના એક દિવસ પછી https://jeevanpraman.gov.in/ppoiser/login પર જોઈ શકાશે, તેમ અમરેલી ડાક ઘર અઘિક્ષકશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments